Wed,24 April 2024,7:31 pm
Print
header

રાજ્યમાં 8 વિધાનસભાની બેઠકો જીતવા ભાજપ એક્શન મોડમાં

કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્યોને ટિકિટ અપાશે તો આંતરિક અસંતોષ વધશે

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ થઇ હતી. જેમાં 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યાં હતા.  કરજણના અક્ષય પટેલ , કપરાડાના જીતુ ચૌધરી, ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડિયા, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ , ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત અને મોરબીનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાને તોડવામાં ભાજપ સફળ રહ્યું હતુ. પરિણામ એ આવ્યું કે ભાજપ રાજ્યસભાની ત્રણ બેઠકો જીતી શક્યું તો કોંગ્રેસને એક બેઠક મળી હતી.  ત્યારે 8 દગાખોર ઘારાસભ્યો પૈકી પાંચ પૂર્વ ધારાસભ્યો જીતુ ચૌઘરી, બ્રિજેશ મેરજા, પ્રધુમનસિંહ જાડેજા, અક્ષય પટેલ અને જે.વી કાકકીયાએ ભાજપને ખેસ ધારણ કર્યો હતો. આ ઘટનાક્રમ બાદ આજે કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની હાજરીમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં આગામી સમયમાં યોજાનારી 8  વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. 

આજે ચૂંટણી ઇન્ચાર્જોની નિમણૂંક કરવામાં આવી છે જેમાં ભાજપ સરકાર અને સંગઠનના એક હોદ્દેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અબડાસા વિધાનસભા માટે બેઠક ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદેશ મહામંત્રી કેસી પટેલ લીંબડી વિભાનસભા બેઠક પર આર.સી ફળદુ અને નીતિન ભારદ્વાજ, કરજણ વિધાનસભા બેઠક પર પ્રદિપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ડાંગ વિધાનસભા બેઠક માટે ગણપત વસાવા અને ધારસભ્ય પૂર્ણેશ મોદી, કપરાડા વિધાનસભા બેઠક માટે ઇશ્વરસિંહ પટેલ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મોરબી વિધાનસભા બેઠકમાં સૌરભ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ કે જાડેજા, ગઢડા વિધાનસભા માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને ધારી બેઠક માટે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને અમરેલી જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરીને ઇન્ચાર્જ તરીકે પસંદ કરાયા છે. 

જો કે જે પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. તેમને ટીકિટ મળવાની સંભાવના છે ત્યારે ભાજપમાં આંતરિક અસંતોષ વધી રહ્યો છે. મોરબીમાં ભાજપના સ્થાનિક કાર્યકરોએ મન બનાવી લીધુ છે કે જે પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા એક સમયે ભાજપ માટે હલકી ભાષા બોલતા હતા. તેમને આજે ભાજપ આવકારીને હવે જો ટિકીટ આપશે તો તેમને હરાવવા માટે ભાજપનું પાયા કાર્યકરો જ મહત્વની ભુમિકા ભજવશે.મોરબી જેવી સ્થિતિ તમામ આઠ બેઠકો પર છે. ત્યારે ભાજપના ઇન્ચાર્જ માટે સ્થાનિક રોષને કાબુમાં લેવો તે  સૌથી મોટો પડકાર છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch