Thu,25 April 2024,8:29 pm
Print
header

CM અશોક ગેહલોતના નજીકના લોકોને ત્યા ઇન્કમટેક્સ, ED ના દરોડાની કામગીરી આજે પણ ચાલુ

જયપુરઃ રાજસ્થાનની કોંગ્રેસની અશોક ગેહલોતની સરકાર લઘુમત્તીમાં હોવાનો બળવાખોર ગેંગનો દાવો છે, ગેહલોત પાસે 84 ધારાસભ્યોનું બળ હોવાનું સચિન પાયલટ ગેંગનું કહેવું છે, જો કે ગેહલોતે ગઇકાલે 102 ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતુ. ત્યારે આ બધાની વચ્ચે હવે અશોક ગેહલોતના નજીકના લોકો સામે ગઇકાલથી ઇન્કમટેક્સ અને ઇડીએ દરોડા કર્યા છે, જે કાર્યવાહી આજે પણ ચાલી રહી છે.
 
એક સાથે 24 જગ્યાઓએ આઇટી અને ઇડીનાં દરોડાની કાર્યવાહી ચાલી છે. કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને આમ્રપાલી જ્વેલર્સના માલિક રાજીવ અરોરા અને કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર રાઠોડની ઓફિસો અને નિવાસસ્થાનો પર દરોડા ચાલી રહ્યાં છે, જેમાં જયપુર, કોટા, દિલ્હી અને મુંબઇના સ્થળોએ દરોડા પાડ્યાં છે. સાથે જ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતના નજીકના હોટલ ગ્રુપ પર પણ દરોડા પડ્યાં છે, ઇડીએ જયપુર પાસે હોટેલ ફેરમાઉન્ટમાં દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યાં છે. આ હોટલ સામે મની લોન્ડરિંગની ફરિયાદ થયેલી છે.

રાજકીય સંકટ વચ્ચે આ બધી કાર્યવાહી ભાજપના ઇશારે કરાઇ હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યાં છે. કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે અમે આ બધી કાર્યવાહીથી ડરવાના નથી, સાથે જ રાજસ્થાનની સરકારને તોડી પાડવા ભાજપે જ ષડયંત્ર રચ્યું હોવાનું કોંગ્રેસે કહ્યું છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch