નવી દિલ્હીઃ કેરળમાં ગુરુવારે આયોજિત સૈનિક સન્માન સંમેલનને સંબોધિત કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે દેશમાં ઈંધણને લઈને કોઈ સંકટ નથી. દેશમાં ઓઇલનો પુરવઠો જળવાઈ રહે તે માટે ભારતીય નૌસેનાના જહાજો, હોર્મુઝની ખાડીમાં દેશના ટેન્કરોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ પૂરી પાડી રહ્યાં છે.
આ સાથે જ રક્ષામંત્રી રાજનાથ સિંહે કોઈ દેશનું નામ લીધા વિના કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં આપણો પાડોશી કોઈ પણ દુસાહસ કરી શકે છે. જો તે આવું કરશે, તો ભારતની કાર્યવાહી અભૂતપૂર્વ અને નિર્ણાયક હશે. તેમણે એમ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી.
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને પણ વળતી કાર્યવાહી કરી હતી, જેના કારણે મધ્ય-પૂર્વમાં પૂર્ણપણે યુદ્ધ ફાટી નીકળ્યું છે. તેમણે કેરળમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વિપક્ષી દળો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, સંકટની આ ઘડીમાં દેશની સાથે ઊભા રહેવાને બદલે, તેઓ હલકી રાજનીતિ કરવામાં મગ્ન છે.
पश्चिम एशिया में जारी संघर्ष के बीच खाड़ी देशों में रह रहे भारतीयों को चिंता करने की आवश्यकता नहीं है। हम अपने नागरिकों की रक्षा और सुरक्षा के लिए हर कदम उठाने में न केवल सक्षम हैं, बल्कि तैयार भी हैं।
— Rajnath Singh (@rajnathsingh) April 2, 2026
साथ ही, देशवासियों को पैनिक करने की आवश्यकता नहीं है। भारत किसी भी ऊर्जा संकट… pic.twitter.com/jem5qbcGo1
સંબોધનમાં તેમણે આગળ ઉમેર્યું કે, આજે આપણે બધા મોટા ફેરફારોના સમયગાળામાંથી પસાર થઈ રહ્યાં છીએ. પશ્ચિમ એશિયામાં એક મોટો સંઘર્ષ ચાલી રહ્યો છે. કેરળના ઘણા લોકો આ દેશોમાં રહે છે અને કામ કરે છે, પરંતુ આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે જરૂરી પગલાં ભરવામાં અમે સહેજ પણ પાછળ નહીં હટીએ. અમે આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40