રાજકોટઃ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર કમલ નંદા અને અન્ય 12 લોકો સામે ખંડણી, ગુનાહિત કાવતરું, જાનથી મારી નાખવાની ધમકી અને આઈટી એક્ટ સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 49 વર્ષીય જાણીતા ડોક્ટર દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ડૉ. કમલ નંદાએ સાધુ વાસવાણી રોડ પરના તેમના ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. તેમણે ફરિયાદી ડોક્ટર અને તેમની ગર્લફ્રેન્ડ વચ્ચેના ખાનગી પળોનું રેકોર્ડિંગ કર્યું હતું અને તે કેટલાક સ્થાનિક પત્રકારોને આપ્યું હતુ.
આરોપી ડૉ. કમલ નંદા પાસે BHMS ડિગ્રી છે. ડૉ. કમલે સાધુવાસવાણી રોડ પર ફરિયાદીની માલિકીના બીજા ક્લિનિકમાં બલ્બ હોલ્ડરમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો.રેકોર્ડ કરેલા વીડિયો મેમરી કાર્ડમાં સેવ કરવામાં આવ્યાં હતા. ડૉ. કમલ જ્યારે પણ તક મળે ત્યારે કેમેરાનું મેમરી કાર્ડ બદલી નાખતા હતા.
2023 થી વીડિયો રેકોર્ડિંગ
કમલ 2023 થી સ્પાય કેમેરાનો ઉપયોગ કરીને વીડિયો રેકોર્ડ કરી રહ્યાં હતા. તેમને અત્યાર સુધીમાં સ્પાય કેમેરાનો ઉપયોગ કરીને અંદાજે 3,000 થી 4,000 વીડિયો મેળવ્યાં છે. રાજકોટ પોલીસે શહેરમાં ઉપદ્રવ ફેલાવનારા અને સામાન્ય લોકો પાસેથી ગેરકાયદેસર રીતે ખંડણી માંગીને બ્લેકમેલ કરનારા પત્રકારો સામે કાર્યવાહી શરૂ કરી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર સહિત 12 લોકો સામે ધમકીઓ દ્વારા ખંડણી વસૂલવાના આરોપસર ફરિયાદ દાખલ કરી છે.
ક્લિનિકના ડિલિવરી રૂમમાં સ્પાય કેમેરા લગાવવામાં આવ્યો હતો. પછી આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 25 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.
ડૉ. કમલને ખબર પડી કે જે સ્ત્રી ડૉક્ટરને તે પ્રેમ કરતો હતો તેનું બીજા પુરુષ ડૉક્ટર સાથે અફેર હતું. તે આ સહન કરી શક્યો નહીં. તેણે સ્પાય કેમેરામાંથી મેળવેલા વીડિયો પત્રકારો સાથે શેર કર્યા. શરૂઆતમાં, પત્રકારો અને તેમના મધ્યસ્થી ફરિયાદી ડૉક્ટર પાસેથી રૂ. 25 લાખની માંગણી કરતા હતા. જો કે, હવે એવું બહાર આવ્યું છે કે આરોપીઓએ અત્યાર સુધીમાં રૂ. 50,000 લીધા છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હાલમાં પોલીસ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ સંદર્ભે જરૂરી પુરાવા ભેગા કરાઇ રહ્યાં છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
રાજકોટ ભાજપમાં પરિવારવાદનો ગણગણાટ: જાણો કોણે કોના માટે ટિકિટ માંગી ? | 2026-04-09 18:25:18
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા | 2026-04-07 18:26:31
ગુજરાતના આ શહેરમાં ACB ટ્રેપઃ 4,52,000 રૂપિયા લેતા પકડાયા સરકારી બાબુ | 2026-04-02 19:58:25
મહુવાના તત્કાલીન મામલતદારે મધ્યાહન ભોજન કેન્દ્ર શાંતિથી ચાલવા દેવા રૂ, 50 હજારની માંગી હતી લાંચ | 2026-03-31 16:38:39