Wed,22 January 2025,4:42 pm
Print
header

ACB ટ્રેપમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા, આટલા રૂપિયાની લીધી હતી લાંચ

રાજકોટઃ ફરીયાદીનો મોબાઇલ ફોન ખોવાઇ જતા ફરીયાદીએ ગાંધીગ્રામ-2, યુનિવર્સીટી પોલીસ સ્ટેશન, રાજકોટ શહેરમાં અરજી કરી હતી. તે દરમિયાન ફરીયાદીનો ખોવાઇ ગયેલો મોબાઇલ ફોન મળી જતા આરોપી અનીતાબેન ઇશ્વરભાઇ વાઘેલા, મહિલા પો.કોન્સ., ગાંધીગ્રામમાં મોબાઇલ ફોન પરત લેવા માટે રૂબરૂ બોલાવ્યાં હતા.

આરોપીએ મોબાઇલ ફોન પરત આપવાના અવેજ પેટે રૂા.1000 ની લાંચની માંગણી કરી હતી, 1000 રૂપિયા મોબાઇલ ફોન લેવા આવે ત્યારે આપી જવાનું જણાવ્યું હતું. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરીયાદ આપી હતી.

ફરિયાદના આધારે ગોઠવેલા લાંચના છટકામાં રૂ.1000 ની ગેરકાયદેસર લાંચની રકમ સાયબર વિભાગ રૂમ, ગાંધીગ્રામ-2 યુનિવર્સીટી પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.

ટ્રેપીંગ અધિકારી: પી.એ.દેકાવાડીયા,
પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે.રાજકોટ શહેર
તથા સ્ટાફ

સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ,
ઈન્ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch