Sat,20 April 2024,6:15 pm
Print
header

C.A કરતી યુવતી 6 મહિનાથી એક જ રૂમમાં પુરાયેલી હતી, પાડોશીઓને દુર્ગંધ આવતા ભાંડો ફૂટ્યો

રાજકોટ: શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા એક ઘરમાં પુરાયેલી અલ્પા નામની યુવતીને સાથી સેવા ગ્રુપે રેસ્ક્યૂ કરીને છોડાવી છે. આ યુવતીને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.યુવતી CAનો અભ્યાસ કર્યો છે. તેના પરિવારમાં માતા, પિતા, કાકા અને મોટી બહેન છે. પ્રાથમિક માહિતી પ્રમાણે પરિવારજનોએ યુવતીની સારવાર માટે અનેક વ્યક્તિઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યાં હતા.થોડા દિવસ પહેલા કિશનપરા વિસ્તારમાં બે ભાઈ અને એક બહેન છેલ્લા 10 વર્ષથી એક જ રૂમમાં જીવન જીવતા હતા. જેમાં સામજિક સંસ્થા સાથી સેવા ગ્રુપે તેમને મુક્ત કરાવીને તેઓને નવજીવન આપ્યું હતું

સાથી સેવા ગ્રુપ પાસે યુવતીની સારવાર માટે તેની માતાએ મદદ માંગી હતી જેના કારણે સંસ્થા દ્રારા તેની સ્થિતિ જોવા તેના ઘરે પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતીને મરણ શૈયા હોય તે રીતે ઘરમાં રાખી હતી. જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી અને યુરીનની કોથળીઓ પણ ભરેલી હતી.સ્થિતિ જોઇને સંસ્થા તેને હોસ્પિટલ ખસેડવા માંગતી હતી, જો કે પરિવારજનો સહમત ન હતા અંતે સામાજિક સંસ્થાએ પોલીસને સાથે રાખીને યુવતીને સારવાર માટે ખસેડી છે.

સામાજિક સંસ્થાના કહેવા પ્રમાણે યુવતી છેલ્લા ત્રણ દિવસથી કોમામાં હતી એટલુ જ નહીં, ડોક્ટરોના કહેવા પ્રમાણે આઠ દિવસથી તેને પાણી પણ આપવામાં આવ્યું નથી, સંસ્થાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ યુવતીના પરિવારજનો સારવાર માટે તૈયાર ન હતા હાલમાં સંસ્થા દ્રારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ યુવતીના પરિવારજનો સામાજિક સંસ્થાના લોકોને ધમકાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. 

આ યુવતીને કેટલાક દિવસોથી ખાવાનું પણ અપાયું નથી અને તેના માતાએ તેને રૂમમાં પુરી રાખી હોવાનું સામે આવ્યું છે,પાડોશીને દુર્ગંધ આવતા તેમને સેવાભાવી સંસ્થાને જાણ કરી હતી અને યુવતીને છોડાવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch