Thu,18 April 2024,12:24 pm
Print
header

રાજકોટઃ કેજરીવાલ પર ફેંકાઈ પાણીની બોટલ, ગરબા કાર્યક્રમમાં થયા હતા સામેલ- Gujarat Post

સૌરાષ્ટ્રાના પાટીદારોને રિઝવવા ખોડલધામના ગરબા કાર્યક્રમમાં કેજરીવાલે આપી હતી હાજરી

રાજકોટઃ ગુજરાતમાં ચૂંટણી તારીખો હજુ જાહેર થઇ નથી.પરંતુ રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસથી ચૂંટણી માહોલ ઉભો થયો છે. પીએમ મોદી સતત ગુજરાતના વિવિધ વિસ્તોરામાં કાર્યક્રમો કરી રહ્યાં છે તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ નિયમિત ગુજરાત આવી રહ્યાં છે.

ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત અપાવવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ગાંધીધામ અને જૂનાગઢમાં જનસભાને સંબોધન કર્યું. અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન એક ગરબા કાર્યક્રમમાં સામેલ થયા. જે દરમિયાન કોઈએ કેજરીવાલ પર બોટલ ફેંકી.રાજકોટના ખોડલધામ ગરબા કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામેલ થયા હતા. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા, નીલ સિટી ક્લબના ડાંડિયા કાર્યક્રમમાં તેમણે ગરબામાં ભાગ લીધો હતો.

ખોડલધામ ગરબામાં જ્યારે અરવિંદ કેજરીવાલ ગયા હતા. ત્યારે તેમના પર કોઈ શખ્સે પાણીની બોટલ ફેંકી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે કેજરીવાલ પર બોટલ ફેંકનાર શખ્સ કોણ હતો, તેની ઓળખ થઇ નથી.

પોતાના પ્રવાસ દરમિયાન કેજરીવાલે બે જનસભાઓમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ગુજરાતની જનતા પાસે 27 વર્ષથી વિકલ્પ ન હતો, પણ આ વખતે આમ આદમી પાર્ટી વિકલ્પ છે, હવે ગુજરાતમાં પરિવર્તન થઈને રહેશે. ગુજરાતની જનતા ભાજપને 27 વર્ષથી સહન કરી રહી છે.

સૌરાષ્ટ્રના પાટીદારોના મતો ખેંચવા આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાટીદાર સમાજના દાંડીયા રાસમાં સામેલ થયા હતા. કેજરીવાલે મીડિયા સાથે વાતચીત કરી અને નવરાત્રીની લોકોને શુભકામના આપી હતી. જોકે અરવિંદ કેજરીવાલ રાજકોટમાં રાજકીય નિવેદન બાજીથી દૂર રહ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch