ગાંધીનગરઃ રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં થયેલી દુર્ઘટનામાં 28 નિર્દોષ લોકોનાં મોત થઇ ગયા છે, ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ બીછાવતી સરકારે મૃતકોના પરિવારજનોને માત્ર 4-4 લાખ રૂપિયાની સહાય કરી છે, ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની જમીનો મફતના ભાવમાં અપાય છે અને પીડિતોને નામની જ સહાય અપાય છે. જે રકમ ઘણી ઓછી છે, પીડિતોના આક્ષેપ છે કે આ કેસની તટસ્થ તપાસ થઇ રહી નથી, આરોપીઓને બચાવવા ધમપછાડા થઇ રહ્યાં છે. જેથી નવી SIT બનાવો અને આ કેસની તપાસ કરાવો.
કોંગ્રેસના રાજકોટ બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો અને વેપારીઓ-શહેરીજનો આ બંધમાં જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી. હવે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ મામલે ચીમકી ઉચ્ચારી છે કે પરિવારોને ન્યાય નથી મળી રહ્યો અને રાજકોટમાં ઘણી જગ્યાએ દબાણો દૂર કરવાના નામે ગરીબો સાથે અન્યાય થઇ રહ્યો છે, એટલે અમે ગાંધીનગર સચિવાલય સુધી કૂચ કરવાના છીએ અને સચિવાલયનો ઘેરાવો કરવાના છીએ, મેવાણીની આ જાહેરાતથી ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતા વધી ગઇ છે.
સુરત, મોરબી, રાજકોટ અને વડોદરાના પીડિતોની મુલાકાત કરીને કૂચનો દિવસ નક્કિ કરવામાં આવશે, અગાઉ આ શહેરોમાં બનેલી આવી ઘટનાઓએ અનેક નિર્દોષ લોકોનો ભોગ લઇ લીધો હતો અને બધા જ કેસમાં આરોપીઓ બહાર આવી જાય છે, જેથી કોંગ્રેસે હવે ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
સિનિયર IPS અધિકારી પિયુષ પટેલને ACB ના ડાયરેક્ટર બનાવાયા, ઘણા સમયથી આ જગ્યા હતી ખાલી | 2025-02-12 17:33:04
રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ, અનેક કર્મચારીઓ દંડાયા | 2025-02-11 13:42:39
પાટીદાર અનામત આંદોલન રાજદ્રોહ કેસમાં સૌથી મોટા સમાચાર, હાર્દિક, ચિરાગ પટેલ, બાંભણિયા સહિતના લોકો પરના કેસ પાછા ખેંચ્યાં | 2025-02-07 12:04:46
ગાંધીનગરઃ લાંચ કેસમાં કસ્ટમ ઈન્સ્પેક્ટર સહિત 3 ACB ના છટકામાં સપડાયા | 2025-02-03 13:23:34
પંકજ જોશી રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યાં, રાજકુમારની | 2025-01-24 15:25:48