Mon,13 April 2026,2:05 pm
Print
header

રાજકોટમાં IPS જગદીશ બાંગરવા સામે કોળી સમાજ રોષમાં, પત્રકાર પર અત્યાચારના કેસમાં મેવાણી પણ ઉગ્ર બન્યાં

  • Published By Panna Patel
  • 2026-03-29 12:06:42
  • /

રાજકોટમાં IPS અધિકારીની કરતૂત, પત્રકાર સુરેશભાઇ કોળીને માર્યો ઢોર માર

ગુદામાર્ગમાં નાખ્યું પેટ્રોલ, જીગ્નેશ મેવાણી અને ઇસુદાન ગઢવીના સરકાર પર પ્રહારો

રાજકોટ: ક્રાઇમના ડીસીપીએ પત્રકાર પર કરેલો અત્યાચારનો કિસ્સો ઉગ્ર બની રહ્યો છે. DCP જગદીશ બાંગરવએ પત્રકાર સાથે અમાનવીય વર્તન અને બર્બરતા કરવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. આ મામલો હવે રાજકીય અને સામાજિક બની રહ્યો છે, કોળી સમાજે સરકાર પાસે ન્યાયની માંગ કરીને ડીસીપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, તો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

પત્રકાર સુરેશ વડેચાએ આક્ષેપ કર્યો છે કે DCP જગદીશ બાંગરવાએ કોઈ પણ સત્તાવાર ફરિયાદ વિના તેની અટકાયત કરી હતી અને કસ્ટડીમાં તેને ઢોર માર માર્યો હતો. આ મારપીટને કારણે સુરેશ વડેચાને પગમાં ફ્રેક્ચર થયું હોવાનો પણ દાવો કર્યો છે. મેવાણીએ આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં DCPને નોકરીમાંથી બરતરફ કરવાની અને તેની સામે FIR નોંધવાની માંગ કરી છે.

બીજી તરફ સામે આવ્યું છે કે સુરેશ વડેચા સામે અગાઉ બે ગુના નોંધાયેલા છે. અને હાલમાં કેસમાં એક બિલ્ડર પાસે ખંડણી માંગવાનો આરોપ છે અને તે જ કેસમાં તેની સાથે અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આરોપ છે.

એક તરફ બર્બરતાના આક્ષેપો છે, બીજી તરફ અનેક લોકો પોલીસની કામગીરીને બિરદાવી રહ્યાં છે. DCP બાંગરવાના કાર્યકાળમાં રાજકોટમાં શાંતિ સ્થાપવા માટે અનેક ગેંગનો સફાયો કરવામાં આવ્યો છે. તેમણે પેંગા ગેંગના 21આરોપીઓની ધરપકડ કરી છે. મુર્ગા ગેંગના 17 ગુનેગારો જેલહવાલે કર્યા છે. ઓડિયા ગેંગના 11 આરોપીઓની ધરપકડ કરી છે. બાટલી અને ચડ્ડી-બનિયાન ગેંગના કુલ 30 જેટલા ગુનેગારો સામેે કડક કાર્યવાહી કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch