રાજકોટઃ શહેરમાં બે સગા ભાઈઓની હત્યા થઇ ગઇ છે. વિકી જૈન અને અમિત જૈન નામના બે યુવકોની હત્યા કરી દેવામાં આવી છે. સંત કબીર રોડ પાસે આવેલા આર્યનગરમાં આ ઘટના બની છે. તીક્ષ્ણ હથિયારોથી બંને ભાઈઓની હત્યા કરવામાં આવી છે. છોટુ નામના શખ્સે બંને ભાઈઓનું ઢીમ ઢાળી નાખ્યું છે, બંને ભાઈઓ અને હત્યારો એક જ રૂમમાં રહેતા હતા. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઇ ગયો છે.
બે સગા ભાઈઓની હત્યાથી સનસની મચી ગઇ
સોમવારે રાત્રે શહેરના સંત કબીર રોડ પર રહેતા બે સગા ભાઈઓ અમિત જૈન અને વિક્કી જૈન પર છરીથી હુમલો કરાયો હતો. જેમાં બંને યુવાનોના પેટ અને શરીરના અન્ય ભાગોમાં છરીના ઘા કરવામાં આવ્યા હતા. જેના કારણે એક ભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં પડી ગયો હતો અને બીજા ભાઈને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો,જો કે, બીજા ભાઈનું પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ.
કયા કારણથી હત્યા થઈ તે દિશામાં પોલીસની તપાસ
જાગૃત નાગરિકે જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અમિત તથા વિકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા, જેમાં વિકી જૈનનું મોત નીપજ્યું હતું, જ્યારે અમિતને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શક્યો ન હતો. પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
સાસણ ગીરમાં રિસોર્ટમાંથી ઝડપાયું જુગાર ધામ, 55 જુગારીઓ પાસેથી રૂ.2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત- Gujarat Post | 2025-03-24 09:59:51
ગોંડલમાં ગુંડારાજઃ જાટ યુવકના મોત બાદ હવે પાટીદારના દિકરાનો મુદ્દો ચર્ચામાં, ભાજપ નેતા વરુણ પટેલનો કટાક્ષ- Gujarat Post | 2025-03-21 12:46:33
વડોદરા બાદ રાજકોટમાં રફતારના રાક્ષસે મચાવ્યો આતંક, ત્રણ લોકોને કચડ્યાં - Gujarat Post | 2025-03-17 09:27:16
ગોંડલનો યુવક રસ્તા પર નગ્ન જઇ રહ્યો હતો, રહસ્યમય મોત કેસમાં મોટો ખુલાસો- Gujarat Post | 2025-03-14 12:45:37
આ તો લૂંટારુંઓ છે ! રાજકોટની વોકહાર્ટ હૉસ્પિટલે બાળકના 7 ટાંકા લેવાનું બિલ 1.60 લાખ રૂપિયા ફટકાર્યું - Gujarat Post | 2025-03-12 19:01:18