Latest Rajkot News: રાજકોટની હોસ્પિટલમાં પ્રસુતા અને અન્ય પ્રકારની ખાનગી કહી શકાય તેવી સારવાર માટે આવેલી મહિલાઓની તપાસના પ્રાઈવેટ વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ ઉપર વાયરલ થયા હતા. જેને લઈને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. અમદાવાદ અને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સાથે મળીને પાયલ મેટરનીટી હોમમાં તપાસ કરીને ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા હતા.
પાયલ મેટરનીટી હોમના સંબંધીત ડોકટરો અને સ્ટાફની પૂછપરછ કરી નિવેદનો પણ લીધા છે. રાજકોટમાં સાયબર લેબોરેટરી તપાસમાં જોડાતાં બે શકમંદોના નામ ખુલતાં આંતરરાજ્ય તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં તપાસ અને પૂછપરછ બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમોને દોડતી કરવામાં આવી છે.
પ્રસૂતાઓના વીડિયો વાયરલ કરવાનો ગંદો ધંધો દેશવ્યાપી હોવાનું જણાઈ આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જ ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાંથી આ પ્રકારના કારસ્તાન કરતી ટોળકીઓ સક્રિય હોવાનું ચર્ચાઇ રહ્યું છે, આ પ્રકારના વીડિયો મેળવવા માટે નિશ્ચિત શખ્સો સક્રિય હોવાની વિગતો મળતાં ત્રણ રાજ્યોમાં તપાસ હાથ ધરાઈ છે. ઊંડી તપાસના પગલે પ્રસૂતાઓ અને મહિલાઓના હોસ્પિટલમાં ખાનગી વીડિયો વાયરલ કરવાના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.પોલીસ દ્વારા રાજકોટ ઉપરાંત ગુજરાતની અન્ય કઈ કઈ હોસ્પિટલોમાંથી આ પ્રકારના વીડિયો સોશિયલ મીડીયા ચેનલો ઉપર વાયરલ થયાં છે તે અંગે ઊંડાણભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20
રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાતા લોકો પરેશાન | 2025-07-04 22:40:57
મોટી કાર્યવાહી થશે, મનસુખ સાગઠીયા સામે ગુનો નોંધવા EDએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મંજૂરી માંગી - Gujarat Post | 2025-07-02 10:59:23
શાળા પ્રવેશોત્સવમાં ભાજપના નેતાને કોંગ્રેસના નેતાએ ખખડાવી નાખ્યાં, કહ્યું સ્ટેજ પર બેસવાના અભરખા હોય તો લોકોનાં કામ તો કરો.... | 2025-06-28 10:19:44
રાજકોટ પોલીસે કલરની સીલપેક ડોલમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો- Gujarat Post | 2025-06-22 15:14:55