સ્વ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ કેટલાક લોકોએ એરપોર્ટને તેમના નામ સાથે જોડવાની માંગ કરી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અગાઉ ટર્મિનલમાં કેનોપી તૂટવાની સાથે દિવાલ ધરાશાયી થઈ જવી જેવી સમસ્યાઓ સામે આવી હતી
રાજકોટઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્વરૂપ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 9 ફેબ્રુઆરી, 2025ના રોજ રૂ. 326 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા ટર્મિનલની પોલ માત્ર 4 મહિનામાં જ ખૂલી ગઈ છે. સામાન્ય વરસાદમાં પણ અહી અરાઇવલ કન્વેયર બેલ્ટ પાસે છતમાંથી પાણીનો ધોધ પડતા મુસાફરોનો સામાન પલળી ગયો હતો. આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતા તાબડતોબ રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે ભ્રષ્ટાચારની ચાળી ખાતું હોવાના આક્ષેપો થયા હતા.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયાને બે વર્ષ વિતી ગયા હોવા છતાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હજુ સુધી શરૂ થઈ નથી, જ્યારે એક પછી એક અસુવિધાઓના વીડિયો સામે આવી રહ્યાં છે. વાઇરલ થયેલી તસવીરોમાં પાણીથી મુસાફરોને પડી રહેલી પારાવાર મુશ્કેલી સ્પષ્ટ દેખાય છે. જોકે, આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સફાળા જાગી ગયા અને તુરંત જ ટર્મિનલમાં જ્યાં જ્યાંથી પાણી ટપકે છે ત્યાં રીપેરીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
આ દરમિયાન કેટલાક લોકોએ એરપોર્ટનું નામ બદલીને સ્વ. વિજય રૂપાણી એરપોર્ટ કરવાની પણ માંગ કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
જસદણના વિંછીયા રોડ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત, નાયબ મામલતદારનું મોત | 2026-08-09 09:17:02
મોરબીના વીરપરડામાં કુવામાં હિલોળા લેતું પાણી એક દિવસ શાંત રહ્યાં બાદ ફરી હલચલ શરૂ થઈ | 2026-08-09 09:08:25
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
રાજકોટઃ ડોક્ટરની ચેતવણી છતાં પતિએ પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો, જાણો આગળ શું થયું ? | 2026-08-07 08:47:15
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24