16 ઓગસ્ટ સુધીના રિમાન્ડ થયા છે મંજૂર
તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો આવી શકે છે બહાર
Rajkot News: રાજકોટ મહાનગર પાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂનાં 16 ઓગસ્ટ સુધીનાં રિમાન્ડ મંજૂર થયા છે. જે બાદ હાલ તપાસ ચાલી રહી છે. મારુએ અન્ય ફાઈલો મંજુર કરવામાં અને સહી કરવામાં પણ રૂ.3- 3 લાખની લાંચ લીધી હોવાની શંકાના આધારે તેની સંપત્તિની તપાસ થઈ રહી છે.
મનપામાં ફાયર બ્રિગેડમાં હોદ્દાની વિસંગતતાઓ વચ્ચે ફાયર સ્ટેશન ઓફિસરોને તેમના વિસ્તારમાં ફાયર એન.ઓ.સી.ની અરજી ડોક્યુમેન્ટ વગેરે વેરીફાઈ કરીને ઈન્વર્ડ કરવાની સત્તા અપાઈ છે. સ્ટેશન ઓફિસરોને પગાર ક્લાસ-2 અધિકારીનો અપાય છે પરંતુ, તેમનો હોદ્દો ક્લાસ-3ના કર્મચારીનો રખાયો છે.
આ કારણે સ્ટેશન ઓફિસર એન.ઓ.સી. આપવા માટેની તમામ કાર્યવાહી કરી દે પછી એન.ઓ.સી. માટે જે રકમ ભરવાની હોય તેમાં સહી કરવાની સત્તા માત્ર ચીફ ફાયર ઓફિસરને જ અપાયેલી છે. આ જોગવાઈને કારણે અનિલ મારુની દોઢ માસ પહેલા રાજકોટમાં નિમણુંક થતા સાથે અને રાજકોટમાં અગ્નિકાંડ પછી ફાયર એન.ઓ.સી. અને ફાયર સાધનોની માંગમાં જબરદસ્ત વધારો થયો છે અને મિલ્કતને સીલ થતી રોકવા કે સીલ ખોલાવવા અરજદારો તલપાપડ છે તે સ્થિતિનો લાભ લઈને ભ્રષ્ટાચાર શરૂ કર્યાનું જાણવા મળ્યું છે. નોંધનિય છે કે મારુ હાલમાં જ 3 લાખ રૂપિયાની લાંચના કેસમાં એસીબીના સકંજામાં આવ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Starliner Landed: સુનીતા વિલિયમ્સને લીધા વગર જ ધરતી પર આવ્યું સ્ટારલાઇનર- Gujarat Post | 2024-09-07 14:22:08
Rajkot News: રાજકોટમાં રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાને પાટીલથી રખાયા દૂર, બહારથી જ રવાના કરી દેવામાં આવ્યાં- Gujarat Post | 2024-09-07 14:04:47
Crime News: બર્થ ડે પાર્ટીમાં યુવતીને પીવડાવ્યું નશીલું લીંબુ પાણી અને પછી...Gujarat Post | 2024-09-07 14:00:41
રાજકોટમાં Acb એ રૂ.10 લાખની લાંચનો કર્યો પર્દાફાશ, મહારાષ્ટ્રના એક પીઆઇ વતી લાંચ લેનારો ઝડપાયો | 2024-09-06 21:46:39
200 કિલો નશાનો સામાન જપ્ત, અમદાવાદમાં વટવા જીઆઇડીસીમાંથી ગાંજા સાથે 7 લોકો ઝડપાયા | 2024-09-06 16:51:19
Ahmedabad News: દીપક ઠક્કર પાસે અંદાજે રૂ.100 કરોડથી વધુની સંપત્તિ, આજે રિમાન્ડ થશે પૂરા- Gujarat Post | 2024-09-06 10:44:31
પીએમ મોદીના જન્મદિવસે જ વિરોધ....રાજ્ય કર્મચારી મહામંડળ OPS મુદ્દે 17 સપ્ટેમ્બરે કામકાજથી દૂર રહેશે- Gujarat Post | 2024-09-06 10:38:54
Rajkot: માતાની હત્યા કર્યા બાદ પુત્રએ સ્ટેટ્સ મૂક્યું, લખ્યું, I m kill to mom loss my life- Gujarat Post | 2024-08-30 09:16:39
રાજકોટનું હીરાસર એરપોર્ટ ફરી ચર્ચામાં, 15 ફૂટની દીવાલ ધરાશાયી- Gujarat Post | 2024-08-29 10:48:17
મોરબીના ઢવાણા ગામે 7 લોકોનાં મૃતદેહ મળ્યાં, ટ્રેકટર સાથે 8 લોકો પાણીમાં તણાયા હતા | 2024-08-28 20:45:04