Sat,20 April 2024,11:59 am
Print
header

નદીના કીચડમાં ઘોડો ડૂબતાં ફાયરના જવાનોએ કર્યું દિલધડક રેસ્ક્યૂ

રાજકોટઃ શહેરની આજી નદીના પટમાં કીચડમાં એક ઘોડો ફસાઈ ગયો હતો. આ અંગે ફાયરબ્રિગેડના જવાનોએ દિલધડક રેસ્ક્યૂ કરી ઘોડાને બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો છે.જો કે નદીમાં ભળેલા કેમિકલની અસર ફાયરના જવાનને થતાં શરીરે ખંજવાળ ઊપડી હતી, તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આજીડેમ પાસે આવેલા રાજરાજેશ્વર મંદિરના મહંત બળવંતગીરી ગોસાઈ એક ઘોડાને નદીના પટમાં ડૂબેલો જોયો,તેમણે તરત કોંગી આગેવાન રણજીત મુંધવાને આ અંગે જાણ કરી હતી. તેઓ ફાયર બ્રિગેડની ટીમને સાથે લઈને ઘટનાસ્થળે આવ્યાં હતા. 30 મિનિટના દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશનના પરિણામે ઘોડાને બહાર કાઢવામાં આવ્યો હતો. નદીમાં ઘોડાને બચાવવા ઊતરેલા ફાયર બ્રિગેડના જવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar