Wed,24 April 2024,12:14 am
Print
header

વધુ એક જીવલેણ અકસ્માત, રાજકોટમાં હિટ એન્ડ રનમાં બે યુવકોનાં મોત – Gujarat Post

ઝડપથી આવતી કારે બાઈક સવારોને ઉડાવ્યાં

ટ્રાફિક જામ બાદ પોલીસે અહીં પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો

રાજકોટઃ ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રાજકોટમાં એક કારચાલકે બાઈક સવાર યુવકોને અડફેટે લેતા બંને યુવકોના મોત નિપજ્યાં છે. રાજકોટના ગોંડલ રોડ નજીક કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો. પુરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારોને ઉડાવતા બે યુવકોના મોત થઇ ગયા છે. ઘટનાની જાણ થતા જ તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ આવી પહોંચી હતી. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. તેમજ અકસ્માતના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસના આવ્યાં બાદ ટ્રાફિકને હળવો કરી દેવાયો હતો. સાથે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવાયા હતા અને તેમના પરિવારને જાણ કરાઇ હતી, હાલ આ સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે, ઘટના સ્થળના CCTV મેળવવાની કવાયત શરૂ કરાઇ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch