રાજકોટ: શહેરના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગના હાઈ-પ્રોફાઇલ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પેંડા ગેંગ અને મુરથા ગેંગના અનેક આરોપીઓની ધરપકડ બાદ હવે પોલીસે તેમને મદદ કરનાર વધુ બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ફાયરિંગની ઘટના બાદ પેંડા ગેંગના આરોપીઓને આશરો આપનાર કમલેશ મેતા અને ભરત ડાભી નામના વધુ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેએ આરોપીઓને સમઢિયાળા ગામે આશરો આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
મંગળવારની રાત્રે મંગળા રોડ પર પેંડા ગેંગના ભયલુ ગઢવી સહિતની ટોળકીએ જંગલેશ્વરની મુરથા ગેંગ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં સામેથી મુરથા અને સંજલાએ પણ ફાયરિંગ કર્યું હતું. એ-ડિવિઝન પોલીસે બંને જૂથના 11થી વધુ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ભયલુ ઉર્ફે જીતેશ દિનેશભાઈ રાબા સહિત પેંડા ગેંગના 7 શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કાર અને બે દેશી બનાવટની પિસ્તોલ કબ્જે કરવામાં આવી છે.
પોલીસે આ આરોપીઓનું ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાવીને સરઘસ કાઢ્યું હતું. પોલીસે સૂત્રધાર અમન ઉર્ફે મુરથો અલ્તાફ પીપરવાડીયા, અબ્દુલા ઉર્ફે દુલીયો ઘાડા અને સોહેલ ઉર્ફે સાહીલ દીવાનની પણ ધરપકડ કરી હતી. તેમને મંગળા રોડ પર ઘટનાસ્થળે લઈ જઈ લોકો સામે હાથ જોડાવી માફી મંગાવવામાં આવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
મોરબીમાં વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતો આરપારના મૂડમાં, 50થી વધુ ટ્રેક્ટરો સાથે 700 ખેડૂતોની વિશાળ રેલી | 2026-06-10 18:20:59
રાજકોટમાં રમતી વખતે 14 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત, પરિવાર આઘાતમાં | 2026-06-08 17:53:28
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: અમિત ખૂંટ આપઘાત કેસમાં ચર્ચામાં આવેલી પૂજા રાજગોરનું મોત | 2026-06-05 18:36:57
રાજકોટમાં બાબા બાગેશ્વરનું આગમન, દિવ્ય દરબાર સામે પાટીદાર અગ્રણીનો વિરોધ | 2026-06-05 18:12:32