લાંબા સમય સુધી દુષ્કર્મ આચર્યા બાદ પોલીસ ફરિયાદ
ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈને ઓડિશન આપવા ગઈ હતી સગીરા
રાજકોટ: ફિલ્મી દુનિયા અને રાજકારણ સાથે સંકળાયેલા એક અભિનેતા અને નેતાએ સગીરા સાથે વારંવાર દુ્ષ્કર્મ આચર્યું છે. ફિલ્મ નિર્માતા, અભિનેતા, કોળી સમાજના નેતા અને કોંગ્રેસ નેતા જયેશ ઠાકોર વિરુદ્ધ સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ મુજબ, આરોપી જયેશ ઠાકોરે મોડેલિંગ અને ફિલ્મમાં મુખ્ય રોલ આપવાની લાલચ આપી હતી અને આરોપીએ સગીરા સાથે સ્ટુડિયો સહિત શહેરની વિવિધ જગ્યાઓએ લગભગ 20થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, બે વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર ગુજરાતી ફિલ્મમાં કલાકાર બનવા માટે ઓડિશનની જાહેરાત જોઈને તે તેની માતા સાથે જયેશ ઠાકોરની ઓફિસે ઓડિશન આપવા ગઈ હતી. ત્યારથી તેમની ઓળખાણ થઈ હતી. અભિનેતાએ રોલ આપવાની લાલચ આપીને પ્રેક્ટિસને બહાને બોલાવવાનું શરૂ કર્યું હતું. પ્રેક્ટિસ માટે જતી વખતે આરોપીએ મૂવીમાં કામ કરવા માટે શરીર સ્પર્શના દ્રશ્યો આપવા પડશે તેમ કહી તેની સાથે દુષ્કર્મ શરૂ કર્યું હતું. ફરિયાદ મુજબ, જયેશ ઠાકોર ખાણીપીણીની વસ્તુઓ ખવડાવતો અને તરત જ તે અર્ધબેભાન થઈ જતી, જેનો લાભ લઈને તે હવસ સંતોષતો હતો. તે સગીરાને ધમકી આપતો કે જો કોઈને વાત કરીશ તો મૂવીમાં રોલ નહીં મળે.
અભિનેતાએ દોઢેક વર્ષના સમયગાળા દરમિયાન તેની ઓફિસ અને ફ્લેટમાં અવારનવાર કોઇ પીણું પીવડાવીને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં કોઇ ફિલ્મમાં રોલ ન મળતા સગીરા અને તેની માતાને સમજાઇ ગયું હતુ કે તેમની સાથે કંઇક અયોગ્ય થઇ રહ્યું છે, બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આરોપીની ધકપકડ કરાઇ છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ | 2026-09-11 17:24:02
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
જૂનાગઢ-પોરબંદરમાં રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા, મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો | 2026-08-31 20:13:39