Thu,25 April 2024,4:38 pm
Print
header

ચૂંટણી પંચે રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ અને આપના 15 ઉમેદવારોને ફટકારી નોટિસ- Gujarat Post

રાજકોટઃ ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે.  નેતાઓ ખર્ચા પણ ધૂમ કરી રહ્યાંં છે. ઉમેદવારોની ખર્ચની રકમ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકોટમાં ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ ન કરનારા ઉમેેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને AAPના 15થી વધુ ઉમેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવતા રમેશ ટિલાળા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, શિવલાલ બારસિયા તાત્કાલિક હિસાબ રજૂ કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિધાનસભાની ચૂંટણીને લઈને શિવલાલ બારસિયાએ પ્રચારમાં સૌથી વધુ રૂપિયા ખર્ચ કર્યાં છે.

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારના ખર્ચને 250% વધાર્યો છે.વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર પોતાના પ્રચાર માટે 16 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકતો હતો. 2022ની ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર 40 લાખ રુપિયા સુધીનો ખર્ચ કરી શકશે. જો કેે કેટલાક ઉમેદવારોએ આ રકમથી વધુ ખર્ચ કર્યાનું પંચના જાણવામાં આવ્યું છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે.પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch