Thu,12 June 2025,6:34 pm
Print
header

પત્નીએ પુત્ર અને પુત્રીને દવા પીવડાવીને જાતે કરી આત્મહત્યા, જામ કંડોરણાનો સનસનીખેજ બનાવ- Gujarat Post

  • Published By
  • 2024-12-12 17:45:59
  • /

(પ્રતિકાત્કમ ફોટો)

જામ કંડોરણા: રાજકોટ પંથકમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જામ કંડોરણા તાલુકાના સનાળા ગામે રહેતા મૂળ દાહોદ પંથકના ખેતમજૂર પરિવારની પરણીતાએ પોતાના બે સંતાનોને ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ હતી. પતિ સાથે કામ બાબતે થયેલા ઝઘડાને કારણે પરણીતાએ આ પગલું ભરી લીધું હતું. પોતાની છ વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતથી શોક છવાઇ ગયો છે.

મૂળ દાહોદના અને હાલ જામકંડોરણા તાલુકાના સનાળા ગામે રહેતા સિનાબેન (ઉ.વ.36)એ પોતાની છ વર્ષની પુત્રી કાજલ અને પાંચ વર્ષના પુત્ર આયુષને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. ખેતમજૂરી કરવા ગયેલ પતિ ઈશ્વરભાઈ જ્યારે પરત આવ્યાં ત્યારે પત્નીએ રૂમનો દરવાજો ન ખોલતા આજુબાજુના મજુરોને બોલાવી દરવાજો તોડવામાં આવ્યો હતો.

દરવાજો તોડતા અંદરથી પત્ની, દીકરી તથા પુત્રની ડેડબોડી મળી આવી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch