રાજકોટઃ શહેરમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ગંભીર ઘટના સામે આવી છે. રાજકોટની એક સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે 14 વર્ષીય સગીર વિદ્યાર્થિનીને ગણિત વિષયમાં સારા માર્ક્સે પાસ કરાવવાની લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતુ, બનાવ સંદર્ભે પીડિત સગીરાના પરિવારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
રાજકોટની સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મોહિત ટાંકની ધરપકડ કરાઇ છે. ફરિયાદમાં જણાવ્યાં મુજબ, શિક્ષકે વિદ્યાર્થિનીને ગણિત વિષયમાં સારા માર્ક્સ અપાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી. ત્યાર બાદ જ્યારે પણ સગીરા ક્લાસરૂમમાં એકલી હોય ત્યારે તેની સાથે અડપલાં અને અયોગ્ય વર્તન કરતો હતો. વિદ્યાર્થિની જ્યારે આ અયોગ્ય હરકતોનો વિરોધ કરતી હતી, ત્યારે શિક્ષક તેને પરીક્ષામાં અને ગણિત વિષયમાં નાપાસ કરી દેવાની ધમકી આપીને ડરાવતો હતો.
આરોપી શિક્ષકની હરકતો અહીં જ અટકી ન હતી. ફરિયાદ મુજબ ગત તા. 9 જાન્યુઆરી, 2026 ના રોજ શિક્ષકે સગીરાને જણાવ્યું હતું કે તેની બુક તે ભૂલી ગયો છે. આ બહાનું આગળ ધરીને તે સગીરાને પોતાના ફ્લેટ પર લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની લાચારીનો ગેરફાયદો ઉઠાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સતત ભય અને માનસિક ત્રાસ હેઠળ જીવતી સગીરાએ આખરે હિંમત દાખવીને સમગ્ર આપવીતી પોતાની માતાને જણાવી હતી.
પુત્રી સાથે બનેલી શરમજનક ઘટનાની જાણ થતાં જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને રાજકોટ તાલુકા પોલીસ મથકે શિક્ષક સામે ફરિયાદ કરી હતી.પોલીસે સમગ્ર મામલે આરોપી શિક્ષક મોહિત ટાંક વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ ક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે બાળકીનું નિવેદન નોંધવા સહિતની મેડિકલ અને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
રાજકોટમાં કંપાવનારી ઘટના: તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય | 2026-10-09 18:00:15
રાજકોટના વાવડીમાં ક્રેનની ઠોકરે યુવકનું કમકમાટીભર્યું મોત: ટક્કર બાદ ચાલકે રિવર્સ લેતાં ક્રેન નીચે કચડાઇ ગયા | 2026-09-29 17:54:58
ગોંડલ પાસે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત, 13 વર્ષનો માસૂમ વ્રજ પણ ન બચી શક્યો | 2026-09-27 15:45:48
રાજકોટની મોડેલ સાથે મેટ્રિમોનિયલ સાઇટ મારફતે છેતરપિંડી: વડોદરાના બિલ્ડરે રૂ.100 ના સ્ટેમ્પ પર બોગસ લગ્ન કરી દુષ્કર્મ આચર્યું | 2026-09-27 10:12:34