રાજકોટ: શહેરમાં 19 ઓગસ્ટે 76 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના ચકચારી કેસમાં પોલીસે રીઢા ગુનેગાર રમેશ વૈધુકીયાની ધરપકડ કરી છે. અગાઉ ત્રણ હત્યાઓ કરીને છૂટી ચૂકેલા આરોપીએ આ ચોથા ગુનામાં પણ બચવા માટે ફૂલપ્રૂફ પ્લાન ઘડ્યો હતો, પરંતુ રિક્ષા પર લાગેલા નિશાનોને આધારે પોલીસ તેના સુધી પહોંચવામાં સફળ રહી છે. હાલ કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
19 ઓગસ્ટે સાત હનુમાન મંદિર પાસેથી આરોપી રમેશે વૃદ્ધાને ઘરે મૂકી જવાનું કહી પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા.રસ્તામાં અલગ-અલગ જગ્યાએ રિક્ષા ઊભી રાખી વૃદ્ધા પર ધોકાના ઘા મારી અર્ધબેભાન કર્યા બાદ, આજી ડેમ કિનારે રિક્ષામાં જ દુષ્કર્મ આચરી હત્યા નીપજાવી હતી.
પુરાવાનો નાશ કરવાના હેતુથી લાશ પર કપડું વીંટાળી મોગર માતાજીના મંદિર પાછળ ફેંકી આરોપી ફરાર થઈ ગયો હતો. 21 ઓગસ્ટે વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો અને ફોરેન્સિક પીએમમાં શરીર પર ગંભીર ઈજાઓ સામે આવી હતી.
રિક્ષાની અંદર બેઠેલી વ્યક્તિ દેખાય નહીં તે માટે બંને તરફ પડદા લગાવ્યા હતા. CCTV કેમેરામાં રિક્ષાનો નંબર ન આવે તે માટે નંબર પ્લેટ પર લીંબુ-મરચાં બાંધી નંબર ઢાંકી દીધા હતા. CCTV ફૂટેજમાં નંબર પ્લેટ સ્પષ્ટ ન દેખાતાં માત્ર સિરીઝ જાણી શકાઈ હતી.
તપાસ દરમિયાન પોલીસની નજર રિક્ષા પર લાગેલા 'બાજ'ના નિશાન અને પાછળના ભાગે લાગેલી 'ઢીંગલી'ના બે ફોટા પર પડી હતી. આ વિશિષ્ટ ઓળખ અને સિરીઝના આધારે તપાસ તેજ કરી પોલીસે આરોપી રમેશ વૈધુકીયાને દબોચી લીધો અને ગુનામાં વપરાયેલી રિક્ષા જપ્ત કરી હતી.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ | 2026-09-11 17:24:02
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
જૂનાગઢ-પોરબંદરમાં રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા, મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો | 2026-08-31 20:13:39