રાજકોટ: જિલ્લાના જસદણના એક ખેડૂત સાથે ફેસબુક પર મિત્રતા કરી રૂ. 6.31 લાખ પડાવી લેનાર આંતરરાષ્ટ્રીય ગિફ્ટ ફ્રોડ ગેંગનો રાજકોટ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોલીસે દિલ્હી અને નોઈડામાં બેસીને સાયબર ક્રાઈમ આચરતી એક આફ્રિકન યુવતી અને તેના બે સહયોગી યુવકોની ધરપકડ કરી છે. પકડાયેલી યુવતી મૂળ ઘાનાની છે, જ્યારે અન્ય બે યુવકો તાન્ઝાનિયા અને સુદાનના વતની હોવાનું સામે આવ્યું છે.
જસદણના ખેડૂતે 'Mary M Samuelf' નામના ફેસબુક એકાઉન્ટ પરથી આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. બીજા જ દિવસે ખેડૂત પર યુવતીનો ફોન આવ્યો હતો, જેમાં તેણે પોતે વિધવા અને એક દીકરાની માતા હોવાનું જણાવી ખેડૂતનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં યુવતીએ સામેથી જ ખેડૂત અને તેના પરિવાર માટે જર્મનીથી કિંમતી ગિફ્ટ પાર્સલ મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જોસેફાઈન ઉર્ફે એન્જલ નામની આ યુવતીએ વોટ્સએપ ચેટિંગ દ્વારા પાર્સલ મોકલી દીધાની જાણ કરી હતી. ત્યાર બાદ આ ગેંગના અન્ય સભ્યોએ દિલ્હી એરપોર્ટના કર્મચારી બનીને અજાણ્યા નંબર પરથી ખેડૂતનો સંપર્ક કર્યો હતો. તેમણે ગિફ્ટ ખૂબ જ મોંઘી હોવાનું કહી તેને છોડાવવા માટે વિવિધ ટેક્સ અને ફીના નામે ટુકડે-ટુકડે રૂ. 6.31 લાખ ભરાવી લીધા હતા. બાદમાં ગિફ્ટ ન મળતા અને વધુ પૈસાની માંગણી થતા ખેડૂતને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને તેમણે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
ફરિયાદને આધારે રાજકોટ સાયબર ક્રાઈમે સોશિયલ મીડિયા એકાઉન્ટ, મોબાઈલ નંબર, વોટ્સએપ ચેટ, આઈપી લોગ્સ અને બેંક ટ્રાન્ઝેક્શનનું ઊંડાણપૂર્વક ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું. તપાસ દરમિયાન આ ગેંગ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ખાતે રહીને ફ્રોડ કરતી હોવાનો ખુલાસો થતાં પોલીસે દરોડો પાડી યુવતી સહિત ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી.
તપાસમાં સામે આવ્યું છે કે આ સાયબર ફ્રોડ માટે આરોપીઓએ અલગ-અલગ 15 બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આ તમામ બેંક ખાતાઓને ફ્રિઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટઃ ડોક્ટરની ચેતવણી છતાં પતિએ પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો, જાણો આગળ શું થયું ? | 2026-08-07 08:47:15
ગુજરાતમાં ખેડૂતોને ન્યાય ન મળતા હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી, મોરબીના રવાપરમાં 8 ઓગસ્ટે કિસાન મહાસભા | 2026-08-06 18:38:58
રાજકોટમાં 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 32 પોલીસ કર્મચારીઓની બદલી, આ રહ્યું લિસ્ટ | 2026-08-04 14:50:23