Tue,17 June 2025,10:38 am
Print
header

રાજકોટમાં બે કાર વચ્ચે અકસ્માત બાદ લાગી આગ, 3 વર્ષની બાળકી સહિત 4 લોકોએ જીવ ગુમાવ્યાં

  • Published By
  • 2025-04-19 20:58:08
  • /

શહેરમાં ભયાનક અકસ્માત થતા 4 લોકોનાં મોત, ત્રણ લોકો ઘાયલ

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

રાજકોટઃ બે કાર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 4 લોકોનાં મોત થઇ ગયા છે. શહેરના સરધાર ભાડલા રોડ પર બે કાર વચ્ચે ટક્કર થઇ હતી, ત્યાર બાદ કારમાં આગ લાગી ગઇ હતી, જેમાં સવાર 4 લોકોનાં મોત થઇ ગયા છે.

મારુતિ અલ્ટો અને હોન્ડા સીટી કાર વચ્ચે અકસ્માત

મૃતકોમાં બે બાળકોનો સમાવેશ

અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોએ કારમાં સવાર લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 4 લોકોને બચાવી શકાયા ન હતા, અકસ્માત બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

મૃતકોની યાદી

- નિરુબહેન અતુલભાઈ મકવાણા, (ઉં.વ. 35)

- હેમાંશી શાહીલ સરવૈયા, (ઉં.વ. 22)

- મીત અશોકભાઈ સાકરીયા, (ઉં.વ. 12)

- હેતવી અતુલભાઈ મકવાણા (ઉં.વ. 3)

ઈજાગ્રસ્તોની યાદી

- નિતુબહેન અશોકભાઈ સાકરીયા, (ઉં.વ. 40)

- શાહીલ સરવૈયા, (ઉં.વ. 22)

- હિરેન મકવાણા, (ઉં.વ. 15)

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch