Thu,18 April 2024,12:23 pm
Print
header

રાજકોટમાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ, પીએસઆઈ ઘાયલ –Gujarat Post

રાજકોટમાં ગુનાખોરીનો વધ્યો ગ્રાફ

મોડી રાત્રે ચિત્રકૂટ સોસાયટીમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી અવારનવાર ફાયરિંગ થયાની ઘટનાઓ સામે આવતી રહે છે. ફરી એક વખત ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. રાજકોટમાં પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં એક પીએસઆઈ ઘાયલ થયા છે.જેમને હોસ્પિટલ ખસેડાયા છે.

રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાતે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. મધ્યપ્રદેશની ધાડપાડુ ગેંગે સોસાયટીને નિશાન બનાવવાની હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ આખો વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પોલીસ અને ગેંગ બંને વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતુ, જેમાં એક આરોપી અને એક SOG PSI ઘાયલ થયા છે, ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

બાતમીને આધારે રાજકોટ પોલીસે મિશન પાર પાડ્યું હતું. હાલમાં આ ધાડપાડુ ગેંગને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસો અગાઉ જ રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પણ ફાયરિંગ થયું હતું. જેમાં એક કારખાનેદારને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch