રાજકોટઃ દેશભરમાં આજે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થઇ રહી છે, ગુજરાતમાં પણ મંદિરો ભોલે બાબાના નાદથી ગુંજી ઉઠ્યાં છે, ત્યારે બ્રહ્મકુમારીઝ દ્વારા પણ શિવરાત્રીની ઉજવણી થઇ રહી છે.
વ્યસન મુક્ત જીવન, સકારાત્મક જીવન શૈલી, તનાવ દૂર કરવો, જીવન જીવવાની કળા, તનાવ મુક્ત જીવનના લક્ષ્ય સાથે રાજકોટમાં જીવરાજ પાર્ક મેઇન રોડ નંબર-3, અંબિકા ટાઉનશીપ, રાજકોટ પબ્લિક સ્કૂલની બાજુના ગ્રાઉન્ડમાં મહા શિવરાત્રીનો કાર્યક્રમ રાખેલો છે.
બ્રહ્મકુમારીઝ શાસ્ત્રીનગર દ્વારા આયોજીત ત્રિદિવસીય શિવરાત્રી કાર્યક્રમમાં બર્ફિલા અમરનાથ ગુફા સાથે કૈલાસ પર્વતની પણ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અહીં જીવન મુલ્ય પ્રદર્શની, શિવ અભિષેક, મહાઆરતી, વ્યસનમુક્તિ મહાયજ્ઞ રાખેલ છે.
આજે 12 વાગ્યા સુધીમાં ભક્તો ભાંગની પ્રસાદ લઇ શકશે, સવારે 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો અહીં દર્શન માટે આવી શકે છે. સાંજે 5 થી 7 વાગ્યાની વચ્ચે મહાસંગીત સંધ્યા, કલ્ચરલ કાર્યક્રમો પણ રાખેલા છે, જે સમાજ માટે ઉપયોગી છે, ખાસ કરીને વ્યસન મુક્તિ માટે સંસ્થા તરફથી સમાજને અપીલ કરવામાં આવી છે, આ કાર્યક્રમની શરૂઆતમાં હરીપર સ્કૂલ ના શિક્ષક, શિલ્પાબેન, યુનિટ ગ્રુપના બિલ્ડર ગુણવંતભાઇ કાલરિયા, એડવોકેટ કલ્પેશ નસીત અને બ્રહ્મકુમારીઝ આગેવાનો હાજર રહ્યાં હતા.
જસદણના વિંછીયા રોડ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત, નાયબ મામલતદારનું મોત | 2026-08-09 09:17:02
મોરબીના વીરપરડામાં કુવામાં હિલોળા લેતું પાણી એક દિવસ શાંત રહ્યાં બાદ ફરી હલચલ શરૂ થઈ | 2026-08-09 09:08:25
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
રાજકોટઃ ડોક્ટરની ચેતવણી છતાં પતિએ પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો, જાણો આગળ શું થયું ? | 2026-08-07 08:47:15
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24