Wed,15 July 2026,1:23 am
Print
header

રાજકોટમાં બાબા બાગેશ્વરનું આગમન, દિવ્ય દરબાર સામે પાટીદાર અગ્રણીનો વિરોધ

  • Published By dilip patel
  • 2026-06-05 18:12:32
  • /
  • રાજકોટ પહોંચતા જ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ
  • કથિત ચમત્કારોનો પર્દાફાશ કરનારાઓ માટે પણ સુરક્ષા માંગતી પોલીસમાં અરજી

રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ, કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ શરૂ થવા જઈ રહ્યો છે. જૂન 2023ના સફળ આયોજન બાદ, ફરી એકવાર આજે એટલે કે 5 જૂન 2026ના રોજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવી પહોંચ્યાં છે. જો કે, તેમના આગમનની સાથે જ રાજકોટમાં વૈચારિક ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યાં છે.

બાબા બાગેશ્વરના રાજકોટ પગ મૂકતા પહેલાં જ પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચીને બે અલગ-અલગ અરજીઓ સબમિટ કરી છે. આ સંદર્ભે તેમને પોલીસ દ્વારા હાજર રહેવા પણ જણાવવામાં આવ્યું હતું. પુરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે, અમને હનુમાન કથા સામે કોઈ વાંધો નથી, કથા ચોક્કસપણે ચાલુ રહેવી જોઈએ. પરંતુ કથાના બહાના હેઠળ યોજાનારા કથિત દિવ્ય દરબારનો અમે સખત વિરોધ કરીએ છીએ.

તેમણે પોતાની અરજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરાવવાની માંગ કરી છે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, જેવી રીતે બાબાને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે, તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જનારા વિરોધીઓને પણ તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા મળવી જોઈએ.

છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો સાથે બાબાને ચેલેન્જ ફેંકવામાં આવી રહી હતી. આ તમામ વિવાદો વચ્ચે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તમામ વિરોધીઓની ચેલેન્જનો સહર્ષ સ્વીકાર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે, જે લોકોને પણ કોઈ શંકા કે વિરોધ હોય તેઓ ખુલ્લા મને તેમના દરબારમાં આવી શકે છે.

રાજકોટની ધરતી પર ઉતરીને જ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના વિરોધીઓને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, જે લોકો મારા વિશે ટિપ્પણી કરે છે, તેઓ ક્યારેય એવા લોકો પર ટિપ્પણી કેમ નથી કરતા જેઓ દેશને ગજવા-એ-હિન્દ બનાવવા માંગે છે ? જેઓ દેશમાં લવ જેહાદ ફેલાવે છે ? અમે તો દેશમાં થઈ રહેલું ધર્માંતરણ રોકી રહ્યાં છીએ. અમારા ઉપર એટલે ટિપ્પણીઓ થઈ રહી છે કારણ કે અમે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરીએ છીએ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch