રાજકોટઃ રૈયાગામ સ્મશાન નજીક આવેલી 13 માળની પામ યુનિવર્સ બિલ્ડિંગના 12મા માળેથી નીચે ઝંપલાવીને 42 વર્ષીય પાટીદાર અગ્રણી નિમેષ ભંડેરીએ આપઘાત કર્યો છે. સમગ્ર મામલે પરિવારે આ મોતમાં શંકા વ્યક્ત કરી તપાસની માંગણી કરી છે.
મોડી રાત્રે અંદાજે 1:39 વાગ્યે પામ યુનિવર્સ બિલ્ડિંગના 12મા માળેથી નિમેષે ઝંપલાવ્યું હતું. નિમેષ તેની લિવ-ઇન પાર્ટનર આશા પાડલીયાની બહેનપણી કાજલ સ્લોતના ઘરે ગયો હતો. મોડી રાત્રે કાજલની દીકરી પાણી પીવા ઊઠી ત્યારે નિમેષ રૂમમાં ન દેખાતા તેણે ગેલેરીમાંથી જોયું તો તે નીચે પછડાયેલી હાલતમાં મળ્યો હતો.
નિમેષના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા અને તેમને બે સંતાન છે. પારિવારિક વિવાદને કારણે માતા- પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકતા તે છેલ્લા અઢી વર્ષથી ડિવોર્સી આશા સાથે મૈત્રી કરાર હેઠળ લિવ-ઇનમાં રહેતો હતો.
મૃતક નિમેષ ભંડેરી રાજકોટ શહેર ભાજપ વોર્ડ નંબર 17નો અગ્રણી હતો અને અગાઉ કિસાન મોરચામાં પણ સક્રિય જવાબદારી નિભાવી ચૂક્યો હતો. મૃતકના બનેવી પરેશ સંખાડવાએ જણાવ્યું કે આ સામાન્ય આપઘાત નથી પરંતુ શંકાસ્પદ મોત છે, જેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને આશા અને કાજલ સહિતના લોકોની પૂછપરછ શરૂ કરી છે. નિમેષ મોડી રાત્રે મહિલા મિત્રની બહેનપણીના ઘરે શા માટે પહોંચ્યો અને ક્યા સંજોગોમાં આ પગલું ભર્યું તે દિશામાં તપાસ ચાલુ છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
બ્રિક્સઃ પુતિનના આમંત્રણનો PM મોદીએ સ્વીકાર કર્યો, યુક્રેન સંઘર્ષમાં મદદ માટે ભારત તૈયાર | 2026-09-11 18:05:27
ગુજરાત વિધાનસભામાં GST સુધારા વિધેયક સર્વાનુમતે પસાર: રાજ્યમાં વેપાર- ઉદ્યોગને મળશે નવું બળ | 2026-09-11 08:52:04
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ | 2026-09-08 17:58:51
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ | 2026-09-11 17:24:02
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
જૂનાગઢ-પોરબંદરમાં રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા, મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો | 2026-08-31 20:13:39