Tue,17 June 2025,9:05 am
Print
header

અમિત ખૂંટ આપઘાત કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક- Gujarat Post

  • Published By mayur patel
  • 2025-06-10 11:14:09
  • /

સગીરાએ વકીલ સાથે મેજિસ્ટ્રેટ સમક્ષ ચોંકાવનારૂ નિવેદન નોંધાવ્યું

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના માણસો દ્વારા મને 6 લોકોનાં નામ આપી દેવા માટે દબાણ કરાયું હતુ

અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાને હું ઓળખથી નથીઃ યુવતી 

રાજકોટઃ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાએ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યાં છે. સગીરાએ કોર્ટ સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું કે અમિત ખૂંટ દ્વારા તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને પછી અમિતે આપઘાત કરી લીધો હતો, તેની પાસેથી મળેલી સ્યૂસાઇડ નોટમાં લગાવવામાં આવેલા હનીટ્રેપના આરોપ તદ્દન ખોટા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના માણસો દ્વારા મને 6 લોકોનાં નામ આપી દેવા માટે દબાણ કરાયું હતુ, જ્યારે રિબડાના અનિરુદ્ધસિંહ કે રાજદીપસિંહ જાડેજાને હું ઓળખતી નથી. આજે મારે અને મારા પરિવારની જાનને જોખમ છે, અમને સુરક્ષા મળવી જોઇએ, તેને આ હકીકત કોર્ટને જણાવી છે.

સગીરાએ નિવેદનમાં કહ્યું કે, 'મને હેરાન કરીને ખોટુ બોલવા મજબૂર કરવામાં આવી હતી. જયરાજસિંહ અને પોલીસ મને નિવેદન અપાવતા હતા, દબાણ કરતા હતા કે તું રિબડા ગ્રેંગના 6-7 લોકોનાં નામ આપી દે એટલે તારૂં નામ આરોપીમાંથી નીકળી જશે. તને આજીવન ખર્ચ આપીશું. આ રીતે દબાણ કરી નિવેદન લખાવતા હતા

રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ ગત 3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સ્થળેથી સ્યૂસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.' મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી રાજકીય રંગ લાગતા મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાનાં ક્ષત્રિય આગેવાન અનિરૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch