Thu,25 April 2024,11:20 pm
Print
header

કોંગ્રેસમાં કકળાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર જશે કે રહેશે ? Gujarat Post

(ફાઇલ તસવીર)

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પ્રમુખ પદની ચૂંટણી લડવાની જાહેરાત કરતાં શરૂ થઇ છે બબાલ 

સચિન પાયલટને સીએમ ન બનાવવા એક જૂથ થયું સક્રિય

જયપુરઃ કોંગ્રેસમાં પ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય ઉત્તેજનાઓ છે અને બીજી તરફ રાજસ્થાન કોંગ્રેસમાં નવો આંતરિક ડ્રામા શરૂ થઈ ગયો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કર્યાં બાદ સચિન પાયલટને આ પદ મળવાની આશા હતી.જો કે ગેહલોત તરફી ધારાસભ્યોએ તેમને નેતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમના રાજીનામા સાથે સ્પીકરનો સંપર્ક કર્યો હતો. આવી સ્થિતિમાં દરેક જગ્યાએ સવાલો ઉઠી રહ્યાં છે કે રાજસ્થાનમાં શું ચાલી રહ્યું છે ? ગેહલોત તરફી ધારાસભ્યો સ્પીકરને તેમના રાજીનામા સુપરત કરે તેની શું અસર થશે ? શું રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને કોઈ ખતરો છે ?

રાજસ્થાનના સીએમ પદને લઈને કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીના એક વ્યક્તિ, એક પદના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા સચિન પાયલોટે મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે.ગેહલોત જૂથે પાયલોટને રોકવાના પ્રયાસો શરૂ કર્યા છે. ગેહલોત તરફી ધારાસભ્યોએ કહ્યું કે અશોક ગેહલોત જૂથનો વ્યક્તિ જ મુખ્યમંત્રી બનશે, જો તેઓ આ પદ પર નહીં રહે તો સરકાર જોખમમાં આવી જશે.એટલું જ નહીં, પાર્ટીની બેઠકમાં એવી માંગ કરવામાં આવી છે કે 2020 માં 18 બળવાખોર ધારાસભ્યોમાંથી કોઈને પણ મુખ્યમંત્રી બનાવવામાં ન આવે.

રાજસ્થાનમાં હાલમાં 200 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાં બહુમતનો આંકડો 101 ધારાસભ્યોનો છે. કોંગ્રેસના સૌથી વધુ 108 ધારાસભ્યો છે. આ પછી ભાજપના 71 ધારાસભ્યો છે. 13 ધારાસભ્યો અપક્ષ છે.કોંગ્રેસને આમાંથી મોટા ભાગનું સમર્થન છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLPA) પાસે 3 ધારાસભ્યો છે. ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયા અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) પાસે 2-2 ધારાસભ્યો છે. રાષ્ટ્રીય લોકદળ પાસે 1 ધારાસભ્ય છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch