Thu,07 November 2024,7:13 am
Print
header

રાજસ્થાનઃ નવરાત્રિમાં માતાજીની ઝાંખી જોઈ રહેલા લોકો પર કાર ફરી વળી, નશામાં હતો ચાલક- Gujarat Post

નશામાં ધૂત ડ્રાઈવરને બહાર કાઢીને લોકોએ ફટકાર્યો

ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં

જયપુરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રિનો રંગ જામ્યો છે. રાજસ્થાનમાં પણ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. બારાં જિલ્લાના અટરુ વિસ્તારમાં ચાર રસ્તા પર લોકો જ્યારે નવરાત્રિ પર તૈયાર કરવામાં આવેલી ઝાંખી જોઈ રહ્યાં હતા ત્યારે નશામાં ચૂર એક વ્યક્તિએ ભીડ પર કાર ફેરવી દીધી  હતી. કાર ચાલકે 12 લોકોને કચડી નાંખ્યા હતા. જેમાંથી 4ની હાલત ગંભીર છે.

પોલીસે જણાવ્યું કે કાર ચાલક રાત્રે 10 વાગ્યે બસ સ્ટેન્ડ તરફથી નશામાં ધૂત થઇને પૂરપાટ ઝડપે કાર ચલાવીને આવી રહ્યો હતો. ચાર રસ્તા પર માતાની ઝાંકીમાં આરતીમાં સામેલ અનેક લોકો પર કાર લઈને ફરી વળ્યો હતો. આ કારની ઝપેટમાં એક ગાય પણ આવી ગઇ હતી જેનું મોત થયું હતું. લોકો પર કાર ફરી વળતાં દોડધામ મચી ગઇ હતી. લોકોએ નશામાં ધૂત થયેલા ડ્રાઇવરને બહાર ખેંચીને ફટકાર્યો હતો. તે ઉભો પણ રહી શકતો ન હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch