Tue,17 June 2025,9:33 am
Print
header

રાજસ્થાનઃ દૌસા-મનોહરપુર હાઇવે પર ભયાનક અકસ્માત, વર-વધૂ સહિત 5 લોકોનાં મોત, 6 ઘાયલ

  • Published By Panna patel
  • 2025-06-11 09:26:58
  • /

જયપુરઃ દૌસા-મનોહરપુર હાઇવે પર બુધવારે સવારે એક ટ્રક અને તુફાન જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે ટેમ્પોમાં સવાર વર-વધૂ સહિત 5 લોકોનાં મોત થયા હતા, જ્યારે 6 જાનૈયા ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. તેમની હાલત પણ ગંભીર જણાવાઈ છે.

આ અકસ્માત સવારે રાયસર (જયપુર ગ્રામીણ) વિસ્તારના ભટકાબાસ ગામ પાસે દૌસા-મનોહરપુર હાઇવે પર થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યાં અનુસાર, બંને વાહનો આમને-સામને અથડાયા હતા. જીપમાં સવાર લોકો મધ્ય પ્રદેશથી લગ્ન કરીને પરત ફરી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ તૂફાન ગાડી દૌસાથી મનોહરપુર તરફ જઈ રહી હતી, ત્યારે સામેથી આવી રહેલા કેન્ટર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ રાયસર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મૃતકો અને ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, ટક્કર એટલી ભયાનક હતી કે પેસેન્જર ગાડીના ફુરચા ઉડી ગયા હતા.ઘણા લોકો વાહન અંદર જ ફસાઈ ગયા હતા, જેમને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.  

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch