Thu,25 April 2024,9:44 am
Print
header

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત 10 ઑગસ્ટે આવશે ગુજરાત- Gujaratpost

મિશન 2022ને લઈને કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ 

અગાઉ બે વખત ગેહલોતનો પ્રવાસ મુલત્વી રહ્યો હતો

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિશન 2022ને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે.ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબ્ઝર્વર અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આગામી 10 ઓગષ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવશે. અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસ 2022ની ચૂંટણી રણનિતીને આખરી આપો આપશે. લોકસભા બેઠક દીઠ નિરીક્ષકની નિમણૂંક કરવામાં આવશે, સાથે જ સિનિયર નિરીક્ષકોને અશોક ગેહલોત માર્ગદર્શન આપશે.

અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક નિમવામાં આવ્યા છે. 10મી ઑગસ્ટથી ગેહલોત 2 દિવસના અમદાવાદ પ્રવાસે આવશે. લોકસભાના નિરીક્ષકોને સોંપાયેલી જવાબદારીનો રિવ્યું કરશે. ધારાસભ્યો સાથે વ્યક્તિગત બેઠક પણ કરશે. પ્રભારી ડો રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર સાથે બેઠક કરશે.અગાઉ બે વખત ગેહલોતનો પ્રવાસ મુલત્વી રહ્યો હતો.

વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને મોટી જવાબદારી આપી છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યાં છે. તેમના સિવાય છત્તીસગઢના નેતાઓ ટીએસ સિંહ દેવ અને પૂર્વ મંત્રી મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવામાં આવ્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch