નવી દિલ્હીઃ દેશભરમાં ચર્ચિત રાજા રઘુવંશી મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. હત્યાનો પૂરો પ્લાન સોનમે બનાવ્યો હતો. અત્યાર સુધી શિલોંગ અને ઈન્દોર પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમ 23 મેના રોજ સવારે નોંગ્રિયાટ ધોધની આસપાસ જ રાજાને મોતને ઘાટ ઉતારવા માંગતી હતી, તેથી તેણે ખાઈમાં આવેલા શિપરા હોમસ્ટેમાંથી સવારે 6 વાગ્યે જ ચેકઆઉટ કરી દીધું હતું, પરંતુ ત્યાં અન્ય લોકોની હાજરીને કારણે પ્લાન નિષ્ફળ ગયો. ત્રણેય આરોપીઓ જ્યારે નોંગ્રિયાટ ધોધવાળા વિસ્તારમાં રાજાને મારી ન શક્યા ત્યારે તેમણે વાઇસાવડોંગ પાર્કિંગ સ્થળ પસંદ કર્યું.
22 મેની સવારે રાજા અને સોનમ ભાડાની સ્કૂટી લઈને ફરવા નીકળ્યાં, પરંતુ સોનમે રાજાથી પહેલા પોતાનો સામાન રસ્તામાંથી હટાવી દીધો, જેથી કોઈ પુરાવા ન મળે. નોંગ્રિયાટ ગામથી 30 કિલોમીટર પહેલા સોનમે સ્કૂટર રોકાવ્યું અને એક ગેસ્ટ હાઉસ તરફ ઈશારો કર્યો. રાજાએ સ્કૂટર રોક્યું તો સોનમે કહ્યું કે અહીં રૂમ લઈ લઈએ, પરંતુ ધોધ સુધી સામાન લઈને ઉતરવું સહેલું નહીં હોય. રાજાએ પહેલા સામાન ડિક્કીમાં રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે સોનમ ન માની તો રાજા ગેસ્ટ હાઉસમાં ગયો ત્યારે કોઈ રૂમ ખાલી ન હતો. રાજાએ રજિસ્ટરમાં એન્ટ્રી કરી અને સામાન ત્યાં મૂકી દીધો હતો. તે પહેલા રાજા અને સોનમે કપડાં અને અન્ય જરૂરી સામાન ડિક્કીમાં મૂકી દીધો હતો. સોનમે પોતાની લાલ રંગનુ જેકેટ પણ ઉતારીને ડિક્કીમાં મૂકી દીધું હતુ. દરમિયાન તેણે પ્રેમી રાજને પોતાનું લાઈવ લોકેશન પણ મોકલી દીધું હતું.
રાજાએ 23 મેના રોજ સવારે 6 વાગ્યે હોમસ્ટેમાંથી ચેકઆઉટ કર્યું. આ પાછળનું ગણિત સવારે હત્યા કરતા કોઈ જોઈ નહીં શકે અને ધોધમાં લાશને ઠેકાણે લગાવવી પણ સહેલું હશે, તેવુ હતું પરંતુ નોંગ્રિયાટમાં અન્ય પર્યટકો હતા.જેથી સોનમે રાજાને સવારે મારવાનો પ્લાન રદ કરવો પડ્યો હતો. તેઓ ત્રણ કલાક સુધી ધોધની આસપાસ ફર્યા હતા. આ પછી રાજા અને સોનમ સીડીઓ ચડવા લાગ્યા. આ દરમિયાન હત્યા કરવા આવેલા યુવકોએ પોતાને મધ્યપ્રદેશના પર્યટક ગણાવીને રાજા સાથે ઓળખાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
23 મેની સવારે 10.30 વાગ્યે રાજા અને સોનમ સીડીઓ ચડતા દેખાયા હતા. રાજા અને સોનમ ઉપરાંત હત્યા કરવા આવેલા ત્રણેય આરોપીઓને ગાઈડ આલ્બર્ટ પીડીએ જોયા હતા. ગાઈડે પોતાની સેવાઓ આપવાની રજૂઆત કરી, પરંતુ સોનમે ના પાડી દીધી. આલ્બર્ટ એક દિવસ પહેલા પણ તેમની પાછળ ચાલી રહ્યો હતો, પરંતુ ત્યારે રાજા અને સોનમ એકલા દેખાયા હતા. તેને લાગ્યું કે ત્રણેય યુવકો પણ પર્યટક છે.
બપોરે 1.20 વાગ્યાની આસપાસ સોનમે પોતાની સાસુને ફોન કર્યો હતો અને ધોધ જોવા જવાની વાત કરી. સાસુએ રાજાનો ફોન બંધ હોવાની વાત કરી તો સોનમે કહ્યું કે ઉપર ચડ્યાં પછી વાત કરીશું. પછી તેણે ઉપવાસની વાત કરી. આ પછી સોનમે પોતાનો ફોન પણ બંધ કરી દીધો.
બપોરે ત્રણ વાગ્યે ફોટો પડાવવાના બહાને સોનમ રાજાને વાઇસાવડોંગ પાર્કિંગ યાર્ડ સુધી લઈ ગઈ હતી. આ પાર્કિંગ બે વર્ષથી બંધ છે. સૂમસામ વિસ્તાર જોઈને સોનમે ત્રણેય આરોપીઓને કહ્યું- મારી નાખો આને...આ પછી વિશાલએ પાછળથી માથા પર હથિયાર વડે હુમલો કર્યો. રાજાએ પલટીને સામનો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી બીજા હુમલાને તે સહન ન કરી શક્યો અને જમીન પર પડી ગયો હતો. સોનમ તેને તડપી તડપીને મરતા જોઈ રહી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
ઓપરેશન બ્લિટ્ઝઃ એરપોર્ટ પર 24 મહિલાઓ ઉતરી અને લાવી 29 કિલો સોનું, દાણચોરીનું 37 કરોડ રૂપિયાનું સોનું જપ્ત | 2026-04-10 18:57:46
હજારીબાગમાં ACBની મોટી કાર્યવાહી, બે એન્જિનિયરો 1.72 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા | 2026-04-10 08:49:14
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40