Wed,24 April 2024,5:49 pm
Print
header

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે, હજુ 35 ટકા વરસાદની છે ઘટ

ગાંધીનગર: આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે એક સર્ક્યૂલેશન સિસ્ટમ સક્રિય થઈ છે સાથે એક મોનસૂન ટ્રફ પણ પસાર થઈ રહ્યું છે. જેને લઈને સમગ્ર ગુજરાતને સારો વરસાદ મળશે. જો કે હજુ પણ ગુજરાતમાં 35 ટકા વરસાદની ઘટ છે.

બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ઈકબાલગઢ, ડીસા, ભાભર, દિયોદર, દાંતીવાડા, લાખણી, કાંકરેજ, વડગામ, ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં સતત બે દિવસ વરસેલા વરસાદમાં કલેકટર કચેરીમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે.

કલેકટર કચેરીમાં પાણી ભરાતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જિલ્લામાં બે દિવસ અવિરત વરસાદ વરસતા ખેતીને ફાયદો થશે.આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા કલેકટરે તમામ અધિકારી- કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કર્યાં છે.

પાટણ જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.  હારીજમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. મેઘરાજા મનમૂકીને વરસતા ખેડૂતો ખુશખુશાલ છે. ખેડૂતોના પાકને વરસાદના કારણે ફાયદો થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch