સુરત: ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસાની શરુઆત થઇ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ સુરત શહેરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ગરમી અને અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે. 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં અઢી ઇંચ નોંધાયો છે. જ્યારે તાપી જિલ્લાના વાલોદમાં 2 ઇંચ, સુરતના કામરેજ અને માંગરોળમાં 1.65 ઇંચ, પલસાણામાં 1.34 ઇંચ, અરેઠમાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં 1 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 1 ઇંચ, નવસારીના ચીખલીમાં પોણો ઇંચ અને વલસાડના પારડીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે 2થી 5 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 3થી 5 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ભરુચમાં કલાસ-1 અધિકારીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો, પોલીસને સ્યૂસાઇડ નોટ મળી | 2026-07-13 15:44:15
સુરત બરબાદ થયા પછી સરકાર જાગી, ખાડી વિકાસ માટે રૂ 500 કરોડ મંજૂર કર્યાં | 2026-07-09 18:00:45
પુરનો પ્રકોર, સુરતની ખાડીમાંથી વધુ 3 મૃતદેહ મળતા કુલ મૃત્યુઆંક 29 થયો | 2026-07-09 17:50:13
સુરતમાં વરસાદનો કહેર, જનજીવન ખોરવાયું, અંડરપાસ પાણીમાં ગરકાવ થતા લોકોની મુશ્કેલીઓ વધી | 2026-07-08 09:06:57