Fri,19 April 2024,11:41 pm
Print
header

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા, રાણીપ, નવા વાડજ, સોલા, થલતેજ,  પકવાન, પ્રહલાદનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પૂર્વના ગીતામંદિર, ઓઢવ, રખિયાલ, સોનીની ચાલી, નરોડા, નારોલમાં પણ વરસાદ વરસ્યો છે. વરસેલા વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદ અત્યાર સુધી સીઝનનો 23 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા એક કલાકમાં સૌથી વધુ વરસાદ પૂર્વ વિસ્તારમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. મધ્ય ઝોનમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે,  પશ્ચિમ ઝોનમાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થઇ શકે છે.ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં સારા વરસાદ છતાં હજુ વરસાદની 18 ટકા ઘટ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch