Wed,16 July 2025,8:34 pm
Print
header

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકાઓમાં વરસાદ, નાંદોદમાં 8.66 ઈંચ- Gujarat Post

  • Published By Dilip patel
  • 2025-06-25 08:46:45
  • /

અમદાવાદમાં અંધારપટ સાથે ધીમી ધારે વરસાદ

સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. નાંદોદમાં સૌથી વધુ 8.66 ઈંચ વરસાદ પડ્યો હતો  દાહોદમાં 7.56 ઈંચ, તિલકવાડામાં 7.13 ઈંચ, જેતપુર પાવીમાં6.97 ઈંચ, ધરમપુરમાં 5.59 ઈંચ, વાપીમાં 6.18 ઈંચ, બારડોલીમાં 6.94 ઈંચ, વિરપુરમાં 5.94 ઈંચ. શિંગવડમાં 5.55 ઈંચ, મોડાસામાં 5.5 ઈંચ, મોરવા હડફમાં 5.4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ-ગાંધીનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી અંધારપટ સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને વહેલી સવારથી નોકરી-ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આજે પણ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે સુરત શહેરમાં ફરી એકવાર ખાડીપૂરની ભીતિ સેવાઈ રહી છે. 24 જૂને વહેલી સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થતા સીમાડા, પર્વત પાટીયા, સરથાણા, ગોડાદરા, ભટાર, લિંબાયત, સણિયા હેમાદ સહિતના વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા.

હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા જિલ્લાના નાંદોદમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch