Mon,26 October 2020,1:55 am
Print
header

રાજ્યમાં હજુ પાંચ દિવસ સુધી હળવા વરસાદની આગાહી, જાણો ચોમાસુ ક્યારે વિદાય લેશે ?

ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આજથી વરસાદ(Rain)નું જોર ઘટવાની શક્યતા છે. જો કે પાંચ દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. રાજયમાં સીઝનનો 134 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસુ વિદાય લઈ શકે છે.રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસુ વિદાય લઈ શકે છે. રાજ્યમાં સરેરાશ 134 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આવતીકાલથી રાજયમાં સામાન્ય વરસાદી ઝાપટા પાડવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસાના વિદાયમાં હજી વિલબ થશે એવું હવામાન વિભાગનું અનુમાન છે. પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

અમદાવાદ (Ahemdabad)સહિત મધ્ય ગુજરાતમાં પણ સમી સાંજે હળવો વરસાદ પડી શકે છે. વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળી અને તલનો પાક નિષ્ફળ ગયા બાદ હવે ખેડૂતોને કપાસનો પાક પણ પાણીમાં જાય તેવી આશંકા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

-->