Sat,20 April 2024,2:21 pm
Print
header

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદની કરી આગાહી

ગાંધીનગર: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. દાહોદ,મહિસાગર,ગીર સોમનાથ, પોરબંદરમાં સામાન્ય વરસાદ પડશે. 31 મેના કેરળમાં ચોમાસાનું આગમન થવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

આગામી ત્રણ દિવસમાં મોનસૂન કેરળમાં પ્રવેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસુ બેસે તેવી શક્યતા છે. દેશના દક્ષિણના રાજ્યોમાં મોનસૂન સમયથી પહેલા પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યમાં ચાર-પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ ગરમીમાં વધારો થઈ શકે છે. હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવી રહ્યાં છે. પવન, ભેજ અને બીજા પરિબળોને કારણે વરસાદ વરસવાનો સંયોગ સર્જાયો છે. જેથી વરસાદની સંભાવના નકારી ના શકાય. ઉલ્લેખનીય છે કે, ગત 17 મેના રોજ તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં કહેર વર્તાવ્યો હતો. વાવાઝોડાને કારણે રાજ્યમાં ખેતી અને વીજ પુરવઠાને મોટું નુકસાન થયું છે. બીજી તરફ અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે. હજુ સ્થિતિ રાબેતા મુજબ થઈ નથી ત્યાં તો હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch