નવી દિલ્હીઃ દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં હાલમાં ભારે ઠંડી પડી રહી છે. ગાઢ ધુમ્મસ અને ઠંડીને કારણે લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. વરસાદથી ઠંડી વધુ તીવ્ર બનવાની ધારણા છે, જેના કારણે લોકોને અસુવિધા થઈ શકે છે.
ગુરુવારે હવામાન કેવું રહ્યું ?
દિલ્હીમાં ગુરુવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો છે. ગઈકાલે દિલ્હીમાં મહત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સરેરાશ તાપમાનથી 1.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ વર્ષનું સૌથી ઓછું અને સામાન્ય કરતાં 1.1 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. હવામાન વિભાગે માહિતી આપી હતી કે ગુરુવારે દિલ્હીના સફદરજંગ અને પાલમ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. જેના કારણે વીજિબીલિટી ઓછી થઈ ગઈ હતી.
આજે હવામાન કેવું રહેશે ?
હવામાન વિભાગે શુક્રવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જારી કર્યો છે. શુક્રવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં AQI માં થોડો સુધારો જોવા મળ્યો હતો. દિલ્હીમાં AQI 276 નોંધાયું હતું, જે ખરાબ શ્રેણીમાં આવે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
જલગાંવમાં કાર, બાઇક, એસટી બસ વચ્ચે અકસ્માતમાં 5 ગુજરાતીઓનાં મોત | 2026-06-09 12:44:15