Sat,20 April 2024,7:31 pm
Print
header

આશિકી ફેમ રાહુલ રોયને આવ્યો બ્રેન સ્ટ્રોક, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં થયા દાખલ

મુંબઈ: 1990માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીથી રાતો-રાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોય બ્રેન સ્ટ્રોકનો શિકાર બન્યા છે. હાલમાં તેમને સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા રાહુલ રોયને 7 દિવસ પહેલા કારગિલમાં શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને પછી તેમને શ્રીનગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 28-29 નવેમ્બર દરમિયાન રાત્રે 1.25 વાગ્યે તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

રાહુલ રોયના બનેવી રોમિર સેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાહુલ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. કોવિડના માહોલને જોતા તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. રાહુલ રોયનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમની તબિયતને લઈ ચિંતાની કોઈ વાત નથી અને તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ રોયે મહેશ ભટ્ટની ફિલ્મ આશિકીથી ડેબ્યૂ કર્યા બાદ સપને સાજન કે, ફિર તેરી કહાની યાદ આઈ, જનમ, પ્યાર કા સાયા, જુનૂન, જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. રાહુલ રોયે 2006માં બિગબોસમાં ભાગ લીધો હતો અને તે શોના વિજેતા બન્યા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch