Wed,24 April 2024,2:09 pm
Print
header

મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું, શહેરો બાદ ગામડાઓ પણ પરમાત્મા પર નિર્ભર !

નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી કોરોના સંકટને લઈને સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યાં છે. રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યુ, 'શહેરો બાદ હવે ગામડા પણ પરમાત્મા પર નિર્ભર છે

આ પહેલા આજે રાહુલ ગાંધીએ ટ્વિટર પર બે તસવીરો શેર કરી હતી. પ્રથમ તસવીરમાં કેટલાક લોકો ઓક્સિજન સિલિન્ડર લેવા માટે લાઇનમાં ઉભા જોવા મળી રહ્યાં છે. બીજી તસવીર દિલ્હીના ઈન્ડિયા ગેટ પાસેની છે, જ્યાં ખોદકામ ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર તસવીર શેર કરતા લખ્યું દેશને પીએમ આવાસ નહીં, શ્વાસ જોઈએ.

આ પહેલા રાહુલ ગાંધીએ કોરોના સંક્રમિત દર્દીઓને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન આપવાની અપીલ કરી હતી. તેમણે કોરોના દર્દીઓને બચાવવા માટે સૂચનો આપ્યાં હતા એક ટ્વિટના માધ્યમથી તેમણે કહ્યું, દેશવાસીઓને બચાવવા માટે જરુરી છે કે મોટા સ્તર પર લોકોને વેક્સીન આપવામાં આવે. યોગ્ય આંકડાઓ અને નવા કોરોના સ્ટ્રેનનું વિશ્લેષણ. આ સાથે જ નબળા વર્ગના લોકોને સહાયતા આપવી. તેમણે કેંદ્ર સરકાર પર નિશાન સાધતા લખ્યું 'દુર્ભાગ્યથી કેંદ્ર સરકાર સાબિત કરી રહી છે કે આ તેમનાથી નહી થાય.'

કૉંગ્રેસે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની માંગ કરી

કૉંગ્રેસે કોરોના વાયરસની મહામારીની બીજી લહેરને લઈ શનિવારે કહ્યું કે કેંદ્ર સરકારે રાષ્ટ્રીય સ્તર પર સંપૂર્ણ લોકડાઉન લગાવવું જોઈએ,સાથે જ ગરીબોને છ હજાર રુપિયાની આર્થિક મદદ કરવી જોઈએ. પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો કે કેંદ્ર સરકાર રસી પર જીએસટી લગાવી લૂટ કરી રહી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch