Fri,19 April 2024,12:25 pm
Print
header

રાહુલ ગાંધીએ ફરીથી મોદી સરકાર સામે ચઢાવી બાયો, ટ્રેકટર લઇને પહોંચ્યાં સંસદ- કૃષિ કાયદાનો કર્યો વિરોધ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલના સાંસદ રાહુલ ગાંધીએ ફરીથી મોદી સરકાર સામે મોરચો શરૂ કરી દીધો છે તેઓ આજે અનેક સાંસદો સાથે ટ્રેકટર લઇને સંસદ પહોંચ્યાં હતા તેમના ટ્રેક્ટર પર કૃષિકાયદાઓ પાછા લેવાની માંગના બેનર લાગ્યા હતા. રાહુલે કહ્યું કે આ મોદી સરકાર ખેડૂત વિરોધી છે અને કૃષિ કાયદાઓ પર હવે સંસદમાં કોઇ ચર્ચા પણ થતી નથી જે અયોગ્ય છે.

એક તરફ દિલ્હીમાં ખેડૂતોની સંસદ ચાલી રહી છે અને બીજી તરફ કોંગ્રેસે ફરીથી ખેડૂતોને સમર્થન આપીને મોદી સરકાર સામેની લડાઇ મજબૂત બનાવી છે. રાહુલે માંગ કરી છે કે નવા  કૃષિ કાયદાઓ ખેડૂતોના હિતમાં નથી જેથી મોદી સરકારે આ કાયદા પાછા ખેંચીને ખેડૂતોની માંગ સ્વીકારવી જોઇએ, જો સરકાર ખેડૂતોનો અવાજ દબાવી દેશે તો તેની સામે ઉગ્ર આંદોલન થશે, દેશના લાખો ખેડૂતો આજે મોદી સરકારની નીતિઓથી નારાજ છે. કારણ કે મોદી કેટલાક ઉદ્યોગપતિઓના હિતમાં અને ખેડૂતોની વિરોધમાં કામ કરી રહ્યાં હોવાના આરોપ છે. નોંધનિય છે કે રાહુલની સાથે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, મનીષ તિવારી અને રાજ્યસભાના સભ્ય પ્રતાપસિંહ બાજવા સહિતના કોંગ્રેસના સાંસદો અને નેતાઓ હાજર રહ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch