નવી દિલ્હી: સતત ત્રીજા દિવસે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today)માં વધારો થયો છે. ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જનતા પર ફરીથી ભારણ વધવાનું શરૂ થઈ ગયું છે. સરકારી ઓઈલ કંપનીઓએ (Government oil companies) આજે પણ ફ્યૂઅલ પ્રાઇઝ (Fuel Price)માં વધારો કર્યો છે. કંપનીઓએ વધારો કર્યાં બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ (Petrol Price Today) 100 રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગયો છે.ગુરુવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 90.99 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.બીજી તરફ ડીઝલ (Diesel Price Today)નો ભાવ 81.42 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો છે.
સતત ત્રીજા દિવસે પેટ્રોલના ભાવ વધતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે ચૂંટણી પૂર્ણ, લૂંટ ફરીથી શરૂ. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં સુધી પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યાં સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં ન આવ્યાં. હવે ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે 2 મેના રોજ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે વિપક્ષ સરકાર અને ઓઈલ કંપનીઓ પર પ્રહાર કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધવાનો સિલસિલો ચાલુ જ છે. ગત મંગળવારે કાચા તેલના ભાવ સાત અઠવાડિયાની ટોચ પર હતાં. પરંતુ કેટલાક રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ચાલતી હોવાથી કાચા તેલના ભાવ વધ્યા હોવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો નહતો. દરમિયાન પેટ્રોલ 77 પૈસા અને ડીઝલ 74 પૈસા સસ્તું થયું હતું. જો કે હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જતાં ત્રણ દિવસમાં પેટ્રોલ 62 પૈસા અને ડીઝલ 69 પૈસા મોંઘું થઈ ગયું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે CSKનું મોટું પરાક્રમ, GTએ શુભમન ગિલની કેપ્ટન્સીમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો | 2024-03-27 09:51:59