Tue,17 June 2025,10:03 am
Print
header

રાહુલ ગાંધી ફરી પીએમ મોદી પર વરસ્યાં, ટ્રમ્પનો ફોન આવતાની સાથે જ મોદીએ સરેન્ડર કેમ કર્યું ?

  • Published By
  • 2025-06-03 19:32:32
  • /

(ફોટોઃ સૌ- એએનઆઇ)

ભોપાલઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ભોપાલમાં કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું હતું. તેમને ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વિશે વાત કરીને ભાજપ-આરએસએસ પર કટાક્ષ કર્યો હતો.

તેમણે કહ્યું, હવે હું ભાજપ-આરએસએસના લોકોને સારી રીતે ઓળખી ગયો છું. જો તમે તેમના પર થોડું દબાણ કરો છો, તો તેઓ ડરીને ભાગી જાય છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફોન આવતાની સાથે જ નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના નિર્દેશોનું પાલન કર્યું અને પાકિસ્તાન સામે સરેન્ડર કરી દીધું, ઇતિહાસ સાક્ષી છે, આ BJP-RSSનું પાત્ર છે. તેઓ હંમેશા ઝૂકે છે. અમેરિકાની ધમકી છતાં ભારતે 1971માં પાકિસ્તાનને તોડી નાખ્યું હતું. કોંગ્રેસના બબ્બર શેર અને સિંહણો મહાસત્તાઓ સામે લડે છે, તેઓ ક્યારેય ઝૂકતા નથી. તેમને ઇન્દિરા ગાંધીની કામગીરીને યાદ કરીને મોદી સરકારની ઝાટકણી કાઢી નાખી.

રાહુલ ગાંધીએ કહ્યું, 1971ના યુદ્ધમાં ઇન્દિરા ગાંધીજીએ કહ્યું હતું કે મારે જે કરવાનું છે તે હું કરીશ, આ જ ફરક છે આ લોકોનામાં અને અમારામાં, તેમણે વધુમાં કહ્યું, કોંગ્રેસ પાર્ટી શરણાગતિ સ્વીકારતી નથી. મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ શરણાગતિ સ્વીકારનારા લોકો ન હતા, પરંતુ મહાસત્તાઓ સામે લડનારા લોકો હતા.

રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં સંગઠન નિર્માણ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન 10 જૂનથી શરૂ થશે અને રાજ્યમાં 30 જૂન સુધી ચાલુ રહેશે. આ માટે કોંગ્રેસે દરેક નિરીક્ષકને એક જિલ્લાની જવાબદારી સોંપી છે. રાહુલે 6 કલાકમાં ચાર અલગ-અલગ બેઠકો કરી. રવીન્દ્ર ભવનમાં બ્લોક-જિલ્લા પ્રમુખોને સંબોધતા તેમણે સંગઠનને મજબૂત બનાવવાની વાત કરી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch