Sat,20 April 2024,4:10 pm
Print
header

ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધીએ સુત્તુર મઠના સ્વામીના લીધા આશીર્વાદ- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

મૈસુરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે.રાહુલ ગાંધીએ મૈસુરમાં સુત્તુર મઠની મુલાકાત લીધી હતી તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન શ્રી શિવરાત્રી દેશીકેન્દ્ર સ્વામીને મળ્યાં હતા. સ્વામીએ તેમને પાઘડી પહેરાવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ તસવીરો ટ્વિટ કરવામાં આવી છે.

બીજી તરફ યુપીના સંભલ જિલ્લામાં ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હરિયાણાના મુસ્લિમ ધર્મગુરુ સૂફી સૈયદ મેરાજ હુસૈન સાબરીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ એવું કહ્યું છે કે આ યાત્રામાં મુસ્લિમોની ભાગીદારી હરામ છે.

હરિયાણા હજ કમિટીના સભ્ય અને દરગાહ હઝરત ખ્વાજા શમસુદ્દીન તુર્ક પાણીપત શાહ વિલાયતના સજ્જાદા સુફી સૈયદ મેરાજ હુસૈન સાબરીએ મુસ્લિમ ધર્મગુરુ સૂફી સૈયદ મેરાજ હુસૈન સાબરીએ મુસ્લિમોને સલાહ આપતાં કહ્યું છે કે દેશના મુસલમાનોએ ભક્તિભાવ રાખવો જોઈએ. કોંગ્રેસ પાર્ટીથી દૂર રહેવું જોઇએ. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે હંમેશા ભાજપનો ડર બતાવીને મુસ્લિમો અને દલિતોનો ખોટો ઉપયોગ કરે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch