Fri,28 March 2025,1:59 am
Print
header

રાહુલ ગાંધીએ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ સાથે કરી બેઠક, આ તમામ મુદ્દ થઇ ચર્ચાઓ

રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણશિંગુ ફૂંકવા ગુજરાત મુલાકાતે છે

સંગઠન માળખામાં બદલાવને લઇને થઈ ચર્ચા

અમદાવાદઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે. તેમણે કૉંગ્રેસ ભવન ખાતે પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, ગુજરાત પ્રભારી અને મહામંત્રી મુકલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રાહુલ ગાંધીએ રાજીવ ગાંધી ભવનના પહેલા માળ પર યોજેલી પહેલી મિટિંગમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી, ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, સંગઠન સચિવ કે.સી વેણુગોપાલ, AICC સેક્રેટરી ઉષા નાયડુ, પૂર્વ સાંસદ અમી યાજ્ઞિક, પૂર્વ પ્રદેશ પ્રમુખો સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોર હાજર રહ્યાંં હતા.

આ પછી રાહુલ ગાંધીની  અધ્યક્ષતામાં ગુજરાત કૉંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી હતી. ગુજરાત કૉંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. તેમજ સંગઠન માળખામાં બદલાવને લઈ પણ ચર્ચા થઈ હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch