Sat,20 April 2024,9:13 pm
Print
header

રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ, ભાજપના નેતાએ શરૂ કર્યું રાજકારણ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે અનેક રાજકીય નેતાઓ અત્યાર સુધીમાં કોવિડની ઝપેટમાં આવી ચુક્યા છે. જેમાં વધુ એક દિગ્ગજ નેતાનો ઉમેરો થયો છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના સંક્રમિત થયા છે તેમણે આ અંગે ટ્વીટ કરીને જાણ કરી છે. રાહુલ ગાંધીએ કોરોના સંક્રમિત થયા બાદ ટ્વીટર પર લખ્યું, મારામાં કેટલાક હળવા લક્ષણો હતા જેથી મેં તપાસ કરાવતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું મારા સંપર્કમાં આવેલા તમામને સાવધાની રાખવાની સલાહ આપું છું. રાહુલ ગાંધી કોરોના સંક્રમિત થયાની જાણ બાદ તેના પર રાજકારણ શરૂ થયું છે.

હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વીજે કહ્યું કોરોનાની શરૂઆત થઈ ત્યારે રાહુલ ગાંધી વિવિધ નિવેદનો આપતાં હતા. હવે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને જો તેમને દિલ્હીમાં જગ્યા ન મળતી હોય તો હરિયાણા આવી જાય અમે તેમને બેસ્ટ સારવાર આપીશું.

દેશમાં સતત છઠ્ઠા દિવસે બે લાખથી વધારે કેસ નોંધાયા હતા વધુ 1761 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 1.53 કરોડને પાર થઇ છે. દેશમાં કુલ એક્ટિવ કેસ ફરી 20 લાખને પાર થયા છે મૃત્યુઆંક 1.80 લાખને વટાવી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch