નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે તાજેતરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યાં હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે જવાબ માંગ્યો હતો. બીજી તરફ, સત્તાપક્ષે તેમના શબ્દો સામે વાંધો વ્યક્ત કર્યો હતો.
ગૃહમાં ચર્ચા દરમિયાન રાહુલે કહ્યું કે એક વિદ્યાર્થિનીએ તેમને કહ્યું કે વિદ્યાર્થીઓ સત્યનો ગર્વથી સ્વીકાર કરે છે. રાહુલ ગાંધી બોલ્યા, તે વિદ્યાર્થિનીએ કહ્યું કે સ્ટુડન્ટ સત્યનો ખુલ્લેઆમ સ્વીકાર છે, બીજા પ્રકારના લોકોને એક ઈમેજની જરૂર હોય છે. તે 'ઇડિયટ' એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તે ભગવાન છે. એટલા માટે, તેને એક ઈમેજ બનાવવી પડે છે. રાહુલે આગળ કહ્યું, કુલ મળીને ત્રણ કેટેગરી છે. એક સ્ટુડન્ટ્સ, બીજા ઇડિયટ અને ત્રીજા અંધભક્ત, જે તે ઇડિયટને ફોલો કરે છે. આ ત્રણ કેટેગરી છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, દેશના ગૃહમંત્રીમાં આ હિંમત નથી કે તે અહીં આવીને બેસે. દેશના ગૃહમંત્રી ડરેલા છે. આખરે શા માટે ગૃહમંત્રી અહીં નથી ? તે અહીં નથી, કારણ કે તેમણે બાળકો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે આપણા વિદ્યાર્થીઓના લોહીમાં પેલેટ્સ ભેળવવાનો આદેશ આપ્યો હતો. પોલીસને બળપ્રયોગ કરવાનો આદેશ માત્ર ગૃહમંત્રી જ આપી શકે છે.
#WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, "I am very happy today to see that so-called Home Minister of this country does not have the courage to come and sit here. I saw his carcade and the HM sitting inside the car, looking, shaking. Why is the Home Minister not here today?… pic.twitter.com/krlPghdfnf
— ANI (@ANI) July 29, 2026
રાહુલ ગાંધી દ્વારા વારંવાર ઇડિયટ' શબ્દના ઉપયોગ પર વાંધો ઉઠાવતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ તેને અસંસદીય ભાષા કહી હતી. તેમણે કહ્યું કે રાહુલે જે શબ્દ વાપર્યો તે અસંસદીય શબ્દ છે, હું નથી કહી રહ્યો, આ રૂલબુક છે. તેના વિશે રાહુલ ગાંધીને જાણકારી હોવી જોઈએ. વારંવાર એ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેના પર અમે વાંધો ઉઠાવીએ છીએ. ભૂલ તો રાહુલ ગાંધીની છે કે તેમણે કેમ આ શબ્દનો ઉપયોગ કર્યો. તેના પર રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે હું કોઈને કંઈ નથી કહી રહ્યો.
રાહુલ ગાંધીએ કહ્યું કે જો આ લોકોને આ શબ્દ સારો ન લાગતો હોય તો હું બીજો શબ્દ આપી દઉં છું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વચ્ચે જ તેમને રોકતા કહ્યું કે અસંસદીય શબ્દને હું રેકોર્ડમાંથી હટાવી દઈશ. રાહુલ ગાંધીનો જવાબ હતો કે જો તમે ઈચ્છો તો હું તેની જગ્યાએ બીજો શબ્દ આપું છું. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે તમે વિધેયક પર વાત કરો.
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વચ્ચે હસ્તક્ષેપ કરીને આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે.તેમણે નિયમોનો હવાલો આપતાં કહ્યું કે જો રાહુલ ગાંધીએ સંસદીય મર્યાદામાં રહીને વાત કરવી હોય, તો અમે તેમની વાત સાંભળવા તૈયાર છીએ.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
ગુજરાતમાં ખેડૂતોને ન્યાય ન મળતા હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી, મોરબીના રવાપરમાં 8 ઓગસ્ટે કિસાન મહાસભા | 2026-08-06 18:38:58
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
સુરત ભાજપનો આંતરિક વિવાદ બન્યો હિંસક: MLA કાંતિ બલરની ઓફિસમાં મહિલા કોર્પોરેટર અને પતિ પર હુમલો | 2026-08-05 16:45:26
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખથી શરૂ થશે | 2026-08-03 19:05:52
બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત: 31 વર્ષ પછી ભાજપના ગઢમાં ઈતિહાસ રચાયો | 2026-08-03 18:59:13
રૂ. 21 કરોડથી વધુની સાયબર છેતરપિંડી, ભાજપના નેતાની ધરપકડ, ખાતામાંથી રૂ. 50 લાખ મળ્યાં | 2026-08-06 18:24:17
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
Fact Check: જંતર- મંતર પર પિતાની ટીકા કરતો યુવાન ભાજપ નેતા રાજેશ યાદવનો પુત્ર નથી | 2026-08-05 17:12:26
પ્રખ્યાત અભિનેતા પ્રદીપ રાવતનું અવસાન, તેમણે ગજનીમાં મુખ્ય ખલનાયક અને છાવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી | 2026-08-05 06:50:29
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24