જયપુરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના જાલોર જિલ્લામાં જનસભાને સંબોધી હતી.આ દરમિયાન તેમણે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની હારને લઈને મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું- ' આપણા ખેલાડીઓ વર્લ્ડકપ જીત્યો હોત તો સારું હતુ, પરંતુ પનોતીએ તેમને હારાવ્યાં'. રાહુલના આ નિવેદનને પીએમ મોદી પર સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધી જાલોરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યાં હતા. તેઓ પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યાં હતા,કોંગ્રેસના કાર્યકરોએ પનોતી-પનોતીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ સાંભળીને રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ બંધ કરી દીધું અને કહ્યું કે આપણા ખેલાડીઓ વર્લ્ડકપ જીતી શક્યા હોત, પરંતુ પનોતીને કારણે આપણે હારી ગયા. જનતા આ જાણે છે, પણ ટીવીવાળા કહેશે નહીં. આ પછી રાહુલે ફરી પોતાનું ભાષણ શરૂ કર્યું.
આ પહેલા ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પણ ભારતીય ટીમની હાર માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યાં હતા. એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ મેચ જોવા જવાની જરૂર જ ન હતી. તેને જોઈને ખેલાડીઓ ટેંશનમાં આવી ગયા હતા. તેમના કારણે જ આપણે હારી ગયા. જો તેઓ ખેલાડીઓનું મનોબળ વધારવા માંગતા હતા તો એક દિવસ પહેલા તેમને ખેલાડીઓને મળવું જોઇતું હતુ.
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ટ્વિટર પર પનોતી શબ્દ ટ્રેન્ડ થયો હતો. વિરોધ પક્ષોએ તેનો ઉપયોગ પીએમ મોદી વિરુદ્ધ કર્યો હતો. નોંધનિય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નીહાળી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ પર છઠ્ઠી વખત કબ્જો કરી લીધો હતો.
#panoti
#panoti modi
#modi panoti
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
पनौती
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ સીએમ ગેહલોતે પરિવાર સાથે કર્યું મતદાન, રાહુલ ગાંધીનું ટ્વિટ ચર્ચામાં- Gujarat Post | 2023-11-25 11:35:58
રાજસ્થાનની 199 બેઠકો પર મતદાન, વસુંધરાએ બાલાજી મંદિરમાં કરી પૂજા, ગેહલોતે કહ્યું- જીત અમારી જ થશે | 2023-11-25 09:00:08
રાહુલ ગાંધીના પનોતી નિવેદન પર મોહમ્મદ શમીએ કહી આ વાત- Gujarat Post | 2023-11-24 11:17:09
સોનિયા-રાહુલ ગાંધીને ઝટકો, ED એ યંગ ઈન્ડિયાની રૂ.751 કરોડની સંપત્તિ કરી જપ્ત- Gujarat Post | 2023-11-21 20:49:09
હમ કિસી સે કમ નહીં....વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન ભરીને કહી આ વાત | 2023-11-25 13:03:37
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29